Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

નોટબંધીનો અર્થ વ્યવસ્થા અને જીડીપી ઉપર પ્રતિકુળ પ્રભાવ પડયો નથી, આ આંકડાઓ ખોટા છેઃ ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ભાજપ સરકાર ઉપર જ પ્રહારો

અમદાવાદ, તા., ૧૮: ભાજપના નેતા અને રાજયસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટીની પાર્ટીની વિરુદ્ઘમાં મોરચો ખોલી દીધો છે. તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર ઉપર જુબાની હુમલો કર્યો છે.

સ્વામીએ કેન્દ્ર સરકાર ઉપર સનસનાટી ભર્યો આરોપ લગાવ્યો છે. રાજયસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, સરકાર કેન્દ્રીય આંકડાકીય સંગઠન (સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન)ના અધિકારીઓ ઉપર સારા આર્થિક આંકડાંઓ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેનાથી આ દેખાડી શકાય કે, નોટબંધીની અર્થ વ્યવસ્થા અને જીડીપી (ઞ્ઝ્રભ્) ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો નથી. તેમણે આ આંકડાઓને નકલી ગણાવ્યા હતા. સ્વામીના આરોપથી મોદી સરકારની મુશ્કેલી વધી શકે છે.

સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના એક સંમેલનને સંબોધન કરતા કેન્દ્ર સરકાર ઉપર સીએસઓના અધિકારીઓઉપર સારા આંકડાઓ આપવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કૃપા કરીને જીડીપીના ત્રિમાસિક આંકડાઓ ઉપર ન જશો. તે બધા નકલી છે. આ વાત હું તમને કહી રહ્યો છું, કારણ કે, મારાં પિતાએ સીએસઓની સ્થાપના કરી હતી.

તાજેતરમાં જ હું કેન્દ્રીયમંત્રી સદાનંદ ગૌડા (આંકડા મંત્રી)ની સાથે ત્યાં ગયો હતો. તેમણે સીએસઓના અધિકારીઓને આદેશ કર્યો કર્યો હતો, કારણ કે, નોટબંધી ઉપર આંકડાં આપવા માટેનું દબાણ હતું. આ માટે તેઓ જીડીપીના એવા આંકડાઓ પ્રસિદ્ઘ કરી રહ્યા છે, જેનાથી એવું જાણી શકાય કે નોટબંધીની કોઈ અસર પડી નથી.

હું ગભરાટ અનુભવી રહ્યો છું, કારણ કે, મને ખબર છે કે આની શું અસર પડી શકે છે. મેં સીએસઓના નિર્દેશકને પૂછ્યું હતું કે, આપે તે ત્રિમાસિકમાં જીડીપીના આંકડાઓનું અનુમાન કેવી રીતે લગાવ્યું હતું, જયારે નોટબંધીનો નિર્ણય (નવેમ્બર-૨૦૧૬માં) લેવામાં આવ્યો હતો?સ્વામીને પ્રત્યુતરમાં સીએસઓના નિર્દેશકે જણાવ્યું હતું કે, તે શું કરી શકવાના છે? તેઓ દબાણમાં હતા. તેમાંથી આંકડાઓ માંગવામાં આવ્યા અને તેમણે આપી દીધા. સ્વામીએ જણાવ્યું હતું કે, આવામાં ત્રિમાસિક આંકડાઓ ઉપર ભરોસો ન કરે. સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે, જયારે નાણામંત્રી અરૂણ જેટલી નોટબંધી અને જીએસટીની પ્રતિકૂળ અસરોને લઈને દર્શાવવામાં આવી રહેલી આશંકાઓને ફગાવી ચૂકયા છે.તેમણે સપ્ટેમ્બર ૨૦૧૭માં આર્થિક વિકાસના દરને ૬.૩ ટકા રહેવાનો હવાલો પણ આપ્યો હતો. જૂનમાં આ દર ૫.૭ ટકા રહ્યો હતો.

સ્વામીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને કહ્યું હતું કે, મૂડીજ, ફિચ જેવા ઉપર કયારેય વિશ્વાસ ન કરે. તમે પૈસા આપીને તેમની પાસેથી આંકડાઓ મેળવી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે મૂડીજે તાજેતરમાં જ ભારતના રેટિંગને અપગ્રેડ કર્યું છે.(૪.૧૯)

(3:59 pm IST)