Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

તેરે ભૈયા, મેરે ભૈયા સિદ્ધા રમૈયા

કર્ણાટકમાં કોંગ્રેસનો નવો નારોઃ આ સૂત્ર એનસીપીના નેતાએ આપ્યુ છે

બેંગ્લોર, તા. ૧૮ :. કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસનો નવો નારો ગૂંજતો થયો છે. તેરે ભૈયા, મેરે ભૈયા સિદ્ધા રમૈયા... આ સૂત્ર ગુંજ્યુ છે, પરંતુ સૂત્ર કોંગ્રેસે નહિ, એનસીપી નેતાએ આપ્યુ છે.

એનસીપીના નેતા ડી.પી. ત્રિપાઠીએ જણાવ્યુ હતુ કે, સિદ્ધા રમૈયા ઉત્તમ મુખ્યમંત્રી છે. તેના નેતૃત્વમાં કોંગ્રેસ અને સાથી દળો જીતશે જ... આ માટે હું સૂત્ર આપુ છું કે, તેરે ભૈયા, મેરે ભૈયા સિદ્ધા રમૈયા. આ સૂત્ર રાજ્યભરમાં ગુંજવા લાગ્યુ છે.

(11:47 am IST)