Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કંપનીઓ વીજકાપ મુકશે તો ગ્રાહકને કલાક દીઠ 50નું વળતર ચૂકવવું પડશે:કેજરીવાલનો નિર્ણંય

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી પુરી પાડતી કંપની માટેની નિતીને લીલીઝંડી આપી છે.જે મુજબ વીજળી પુરી પાડતી કંપની એક કલાકનો વીજકાપ મૂકે તો, વીજકંપનીએ ગ્રાહકોને કલાકદીઠ રૂપિયા 50નું વળતર આપવું પડશે.દિલ્હી સરકારે કહ્યું કે, તેમના આ નિર્ણયથી વીજંકપનીઓ વધુ જવાબદાર બનશે.આ વળતર એની મેળે જ ગ્રાહકના ખાતામાં જમા થઇ જશે અને આવનાર વીજબીલમાં તેની નોંધ લેવાઇ જશે. દિલ્હી સરકારે આ નિતીને મંજુર કરી છે અને દિલ્હીના લેફટનન્ટ ગવર્નરને તેમની મંજુરી માટે મોકલી આપી છે.

  દેશની રાજધાની દિલ્હી સરકારના આ પ્રસ્તાવથી દિલ્હી રાજ્ય ભારતનું એવુ પહેલુ રાજ્ય બન્યું છે કે જ્યાં વીજળી ગ્રાહક વળત યોજના લાગુ પડશે. સમગ્રદેશમાં આ ક્ષેત્રે પહેલ કરનાર દિલ્હી પહેલુ રાજ્ય બનશે. કેજરીવાલ સરકારની આ નવી નિતી મુજબ, જો વીજળી પુરી પાડતી કંપનીઓ અગાઉ જાણ કર્યા વગર એક કલાકથી વધારે સમય સુંધી વીજકાપ મુકશે તો, તે કંપનીએ ગ્રાહકોને કલાકદીઠ રૂપિયા 50 દંડ થશે અને કંપનીએ ગ્રાહકના ખાતામાં જમા કરવા પડશે. જો બે કલાકથી વધુ સમય માટે વીજકાપ હશે તો કલાકદીઠ રૂ. 100 દંડ પેટે ગ્રાહકને આપવા પડશે.

   દિલ્હી સરકારના પ્રવક્તાએ કહ્યું કે, સરકાર એવુ ચોક્કસ માની રહી છે કે, વીજકંપનીઓનું પંદર વર્ષ પહેલા જે ખાનગીકરણ થયું તેનો લાભ ગ્રાહકોને મળવો જોઇએ અને લોકોને વિક્ષેપ રહિત વીજળી પુરવઠો મળવો જોઇએ. કેમ કે, ગ્રાહકો એ સેવા માટે પૈસા ચૂકવે છે અને એ તેમનો અધિકાર છે. દિલ્હી સરકારને એ પુરો વિશ્વાસ છે કે, લેફટનન્ટ ગવર્નર આ પ્રસ્તાવ ઉપર મંજુરાની મહોર લગાવશે અને ગ્રાહકલક્ષી નિર્ણયને વધાવશે. આ નિર્ણય દેશના અન્ય રાજ્યો માટે દાખલારૂપ બનશે.

   જો વીજકંપનીઓ દ્વારા ગ્રાહકના ખાતામાં વળતર જમા ન કરે, તો ગ્રાહક દિલ્હી ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમીશનનો સંપર્ક કરી તેમની ફરીયાદ નોંધાવી શકે છે.

(9:52 am IST)