Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કોરોના વાયરસને લઇ રણનીતિ બનાવવી મુશ્કેલઃ આ રીતની સ્થિતિ પહેલા કયારેય નથી જોઇઃ ઓસ્ટ્રેલિયન ખેલાડી એરોન ફિંચ

        સિડનીઃ  ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન અને મર્યાદિત ઓવરોની ટીમના કેપ્ટન એરોન ફીંચએ કોરોના વાયરસને કારણે ફેલાયેલ સ્થિતિ પર વાત કરી અને કહ્યું કે એમણે આવી સ્થિતિ પહેલા કયારેય જોઇ નથી. ફિંચએ કહ્યું કે મંગળવારના ઓસ્ટ્રેલિયાઇ સરકાર દ્વારા  જારી યાતાયાત સંબંધી સૂચનાએ લોકો માટ ચીજો અનિશ્ચિત બનાવી દીધી છે. એમણે ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ) માં રમવુ઼ છે.

         આઇપીએલની શરૂઆત ર૯ માર્ચથી થવાની હતી પણ કોરોના વાયરસને કારણ આને ૧પ એપ્રિલ સુધી ટાળી દેવા  આવેલ છે. ફિંચ આઇપીએલમા આ સીઝન વિરાટ કોહલીની કપ્તાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી રમશે. એમણે કહ્યું કે આ સમયે જે સ્થિતિ છે તેને જોતા ચીજોને લઇ કાર્યક્રમ બનાવવો મુશ્કેલ થઇ ગયો છે.

(9:49 pm IST)