Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ગોવામાં કોરોનાનો પહેલા મામલો : હવે ૧૭મું રાજય કોરોનાનો શિકારઃ લોકોમા ભયનો માહોલ

         ગોવાઃ કોરોના વાયરસનો પ્રથમ મામલો ગોવામાં બુધવારના કોરોના વાયરસનો સંક્રમણનો પ્રથમ મામલો સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ પોતાના નિવેદનમાં આ જાણકારી આપી. રાણેએ કહ્યું કે રાજય સરકાર બધાજ જરૂરી ઉપાય કરી રહી છે. એમણે બતાવ્યું કે કોરોના વાયરસથી પિડીત વ્યકિત નોર્વેનો નાગરિક છે.

         તે ૬ ફેબ્રુઆરીના પોતાના દેશથી રવાના થયો હતો અને ર૦ ફેબ્રુઆરીના ગોવામાં આવ્યો હતો. એને ખાંસીની ફરિયાદ હતી અને તેને કોરોના વાયરસને લઇ શંકા હતી. એમણે બતાવ્યું કે પીડિત વ્યકિતને ગોવા આયુર્વિજ્ઞાન સંસ્થાનમા અલગ રૂમમાં રાખવામાં આવ્યો છે. તથા બધા જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે.

(9:45 pm IST)