Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

રાજયસભા ચુંટણીમાં મમતા બેનરજીને ઝટકોઃ તૃણમુલ કોંગ્રેસ સમર્થિત ઉમેદવારનું નામાંકન રદ

        કોલકતાઃ પશ્ચિમ બંગાળથી રાજયસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર દિનેશ બજાજનું નામાંકન નિર્વાચીન અધિકારીએ રદ કર્યુ છે. કારણ કે એમનુ એફીડેવિટ ઉપયુકત રુપમા ન હતી. બજાજએ સંવાદદાતાઓને કહ્યુ કે રાજયસભા ચુટણી માટે  અપક્ષ પ્રત્યાશીના રૂપમા  મારું નામાંકન રદ કરી દેવામા આવ્યું છે. કારણ મારી એફીડેવીટ નોટરીકૃત ન હતી.

         પશ્ચિમ બંગાળથી રાજયસભાની પાંચ સીટો માટે  ર૬ માર્ચના ચૂંટણી છે. બજાજનું નામાંકન રદ થયા પછી  તૃણમુલ કોંગ્રેસના ચાર અને માકપા-કોંગ્રેસ ગઠજોડના એક ઉમેદવારનું નિર્વાચિત હોવું નકકી માનવામા આવે છે.  દિનેશ બજાજએ અંતિમ ક્ષણોમાં અપક્ષ ઉમેદવારના તોર પર ફોર્મ ભર્યુ હતુ.

(12:00 am IST)