Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નેધરલેન્ડમાં ટ્રામમાં મુસાફરો પર અંધાધૂંધ ફાયરિંગ :ત્રણ લોકોના મોત :કેટલાક ઘાયલ

હુમલાખોરે પ્રવાસીઓને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું:ઘેરાબંધી કરીને હુમલાખોરની શોધખોળ

ન્યુઝીલેન્ડ બાદ હવે નેધરલેન્ડમાં અંધાધુંધ ફાયરિંગની ઘટના બની છે નેધરલેન્ડના ઉટ્રેચ્ટ શહેરમાં એક બંદૂકધારી હુમલાખોરે ટ્રામમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જયારે નવ જેટલા લોકો ઘાયલ થયા છે

    સ્થાનિક મીડિયા મુજબ પોલીસે ઘટના સ્થળની ઘેરાબંધી કરીને હુમલાખોરની તલાશ શરૂ કરી છે

સ્થાનિક પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલા તરીકે ધ્યાને રાખીને પણ આગળ વધી રહી છે. હુમલા બાદ ઘટના સ્થળ આસપાસ પોલીસ ગોઠવાઇ ગઇ હતી. અને ઘાયલોને એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ટ્રામ ઉપર થયેલા હુમલા બાદ અન્ય સાર્વજનીક સ્થળોએ પણ એલર્ટ જાહેર કરી દેવાયું હતુ.

(10:16 pm IST)