Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભાઈ મુકેશભાઈ આવ્યા ભાઈની મદદે :અનિલ અંબાણીની આરકોમે સુપ્રિમકોર્ટની ડેડલાઈન પહેલા એરિક્શનને ચૂકવ્યા 458 કરોડ

છેલ્લી ઘડીએ 'લોહીની સગાઇ '' કામ આવી :નાનાભાઈ અનિલને મોટાભાઈ મુકેશ અંબાણીએ ઉગાર્યા

નવી દિલ્હી ;રિલાયન્સ કોમ્યુનિકેશનના અનિલ અંબાણીની મુશ્કેલીમાં આખરે મોટાભાઈ મુકેશ અંબાણી મદદે આવ્યા હતા અને છેલ્લી ઘડીએ 'લોહીની સગાઇ '' કામ આવી છે અને :નાનાભાઈ અનિલને મોટાભાઈ મુકેશ અંબાણીએ ઉગાર્યા છે અનિલ અંબાણીની આરકોમે સુપ્રિમકોર્ટની ડેડલાઈન પુરી થાય એ પહેલા એરિક્શનને બાકી રકમ ચૂકવી દીધી છે

  સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા નક્કી થયેલી ડેડલાઇન પહેલા જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન એરિકસનની બાકી રકમની ચુકવણી કરી દીધી. ન્યૂઝ એજન્સીના સૂત્રો મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આરકોમએ એરિકસનને 458.77 કરોડ રૂપિયાની બાકી રકમ ચુકવવાની હતી. જે માટેની ડેડલાઇન 19 માર્ચ એટલે કે મંગળવારે પૂર્ણ થતી હતી. પરંતુ રિલાયન્સ કોમ્યુનિકેશને તેના એક દિવસ પહેલા જ રકમ ચુકવી દીધી

   . આ પહેલા આરકોમની અરજી પર ચુકાદો આપતા NCLTએ એસબીઆઇને 260 કરોડ રૂપિયાની ટેક્સ રિફંડની રકમ એરિકસનને આપવાના મામલે કોઇ પણ પ્રકારનો નિર્દેશ આપવાનો ઇન્કાર કરી દીધો. NCLTના આદેશ બાદ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી ન હતી.

(11:14 pm IST)