Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અનેક ફેરફારથી પારીકરે ૪૯૩૦૦ કરોડ બચાવ્યા

કુશળતાના લીધે જંગી નાણાં બચ્યા

પણજી, તા. ૧૮ : મનોહર પારીકરે સંરક્ષણ મંત્રી તરીકે અનેક એવા કામ કર્યા હતા જેના કારણે તેમને યાદ કરવામાં આવશે. દેશના એર ડિફેન્સ પ્લાનમાં અનેક ફેરફાર કર્યા હતા. જે આગામી દશક સુધી એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી પર દેશના કરદાતાઓની ૪૯૩૦૦ કરોડ રૂપિયાની બચત કરી શકશે. રશિયાના એસ-૪૦૦ લોંગ રેંજ મિસાઇલ શિલ્ડની ઉંચી કિંમતના પરિણામ સ્વરુપે મનોહર પારીકરે ૨૦૨૭ સુધી નવા એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ૧૫ વર્ષના ટર્મ પ્લાનની સમીક્ષાના આદેશ આપ્યા હતા. એસ-૪૦૦ મારફતે પણ કુશળતાપૂર્વક નિર્ણય કરવામાં આવ્યા હતા. પારીકરના આદેશ પર સમીક્ષાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એર ડિફેન્સ વ્યૂહરચના ત્રિસ્તરીય રહે છે. ૨૫ કિમીના અંતરથી અતિ ગંભીર સાધનોની સુરક્ષા માટે ઓછા અંતરવાળી સિસ્ટમ, ૪૦ કિમી સુધીના મધ્યમ અંતરવાળી સિસ્ટમ અને તેનાથી વધુ અંતરના ખતરા માટે સંરક્ષણ માટે લાંબા અંતરની વ્યવસ્થાની પણ તેઓએ વાત કરી હતી. દુનિયામાં સસ્તી વ્યવસ્થા ઉપર તેઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

(8:18 pm IST)