Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ન્યુઝીલેન્ડ હુમલો : હુમલાખોરે પોતાના વકીલને દૂર કરી દીધો

હુમલાખોર પોતે જ કોર્ટમાં દલીલો કરશે : કોર્ટે હુમલાખોરના વકીલ તરીકે રિચર્ડ પીટર્સની નિયુક્તિ કરી હતી, શરૂઆતી સુનાવણીમાં પ્રતિનિધિત્વ કર્યું હતું

ક્રાઈસ્ટચર્ચ, તા. ૧૮ : ન્યૂઝીલેન્ડમાં બે મસ્જીદો પર હુમલો કરીને ૫૦ લોકોની હત્યા કરવાનો આરોપી ઓસ્ટ્રેલિયન બંદુકધારીએ પોતાનાં વકીલને હટાવી દીધો છે અને કહ્યું કે, તે પોતાની લડાઇ (કોર્ટની દલિલ) પોતે જ લડશે. કોર્ટે તેનાં વકીલ તરીકે રિચર્ડ પીટર્સની નિયુક્તિ કરી હતી અને શરૂઆતી સુનવણીમાં તેનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પીટર્સે સોમવારે જણાવ્યું કે, આરોપી બ્રિટન ટોરેન્ટે સંકેત આપ્યા છે કે તેને વકીલની કોઇ જરૂર નથી. ટોરેન્ટે કહ્યું કે, તે પોતાની લડાઇ લોતે જ લડવા માંગે છે. બીજી તરફ પીટર્સે તેના સ્વાસ્થ અંગે જણાવ્યું કે, આરોપી સંપુર્ણ સચેત છે. તે કોઇ પણ માનસિક સમસ્યાથી ગ્રસ્ત નથી લાગી રહ્યો અને આસપાસ થઇ રહેલી દરેક વસ્તુથી સંપુર્ણ વાકેફ છે. બીજી તરફ હુમલાખોરે બંદુક વેચનારા હથિયાર વિક્રેતાએ કહ્યું કે, ૫૦ લોકોનાં જીવ ગયા તેના માટે તે કોઇ પણ રીતે જવાબદાર નથી. તેથી તેને દોષ ન આપવો જોઇએ. ગનસિટીનાં મેનેજિંગ ડાયરેક્ટર ડેવિડ ટિપ્પલે બ્રિટન ટોરેન્ટને ચાર હથિયાર અને કારતુસ વેચવાની પૃષ્ટી કરી, જો કે મોતની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો. તેણે કહ્યું કે, અમારે આ હથિયાર લાઇસન્સ ધારક અંગે કંઇ જ અસામાન્ય નથી લાગી રહ્યું. બંદુક વિક્રેતાએ કહ્યું કે, હથિયાર લાઇસન્સની અરજીની તપાસ કરવી પોલીસનું કામ છે. આ હુમલા અંગે ન્યૂઝીલેન્ડની કોર્ટે ક્રાઇસ્ટચર્ચની અલ નુર મસ્જિદ પર હુમલાનું સીધુ જ વીડિયો પ્રસારણ કરવા મુદ્દે ૧૮ વર્ષીય યુવક પર ખટલો ચલાવ્યો છે. તેના પર વાંછીત લક્ષ્ય તરીકે મસ્જિદની તસ્વીરો પ્રકાશિત કરવા અને હિંસા ભડકાવવા અંગેનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. બચાવ પક્ષે કહ્યું કે તેણે ૧૪ વર્ષ સુધીની કેદ થઇ શકે છે. ન્યાયાધીશે આ યુવકનું નામ જાહેર નથી કર્યું.

(7:47 pm IST)