Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વડાપ્રધાન મોદી અમીરોના ચોકીદાર છે : પ્રિયંકા ગાંધી

પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધીના વડાપ્રધાન મોદી પર પ્રહાર : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશ યાત્રા વેળા ૩ દિવસની ગંગા યાત્રા શરૂ કરાવવા પ્રયાગરાજ પહોંચ્યા

પ્રયાગરાજ, તા. ૧૮ : કોંગ્રેસના ચોકીદાર ચોર હૈ અભિયાનના જવાબમાં ભાજપ નેતાઓએ સોશિયલ મિડિયા હેન્ડલ  પર પોતાના નામ સાથે ચોકીદાર લગાવવાના અભિયાન પર પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રાર કર્યા હતા. પ્રિયંકાએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી પોતાના નામ આગળ શું લખાવે તે તેમની મર્જીની વાત છે. તેમણે એક ખેડૂતનું ઉદારણ આપતા કહ્યું હતુ ંકે, વડાપ્રધાન મોદી અમીરોના ચોકીદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વાંચલમાં રાજકીય ચક્રવ્યુને તોડવા માટે પ્રિયંકા ગાંધી ગંગા યાત્રા કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજમાં હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. અહીં તેમણે દર્શન કર્યા. કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપી ચૂંટણી અધ્યક્ષ પ્રિયંકા ગાંધી પોતાની યુપીની મુલાકાત હેઠળ ગંગા યાત્રાની શરૂઆત પ્રયાગરાજથી કરી શકે છે. તેના માટે તેઓ પ્રયાગરાજ મલૈયા ગામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાળકો સાથે મુલાકાત કરી. ત્યાર બાદ પોતાની સ્ટીમ બોટ પર કોંગ્રેસ નેતાઓ સાથે સવાર થઇ ગયા છે. પ્રયાગરાજ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ સોમવારે સવારે ત્રિવેણી સંગમ તટ પર પુજા અર્ચના પણ કરી હતી. સાથે જ તેઓ પ્રયાગરાજના પ્રાચીન બડે હનુમાન મંદિર પણ ગયા હતા. અહીં તેમણે દર્શન કર્યા. ગંગા યાત્રાની શરૂઆત પહેલા પ્રિયંકા અહીં પત્રકાર પરિષદ પણ સંબોધિત કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા સીધો હુમલો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ નવી રાજનીતિની શરૂઆત કરવા માટે યુપી મોકલ્યા છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, ખેડૂતો કે સામાન્ય વર્ગનાં નહી પરંતુ ચોકીદાર તો અમીરોનાં જ હોય છે. આજે દેશનાં ખેડૂતને ઉપજનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સહિત ભાજપનાં દિગ્ગજોએ ટ્વીટર પર પોતાનાં નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો છે. પ્રયાગરાજનાં સ્વરાજ ભવન પહોંચીને પ્રિયંગા ગાંધીએ એક તસ્વીર ટ્વીટ કરી હતી. સ્વરાજ ભવનના આંગણામાં તે રૂમ દેખાઇ રહ્યો છે જ્યાં મારા દાદી (ઇંદિરા ગાંધી)નો જન્મ થયો હતો. રાત્રે સુતી વખતે દાદી મને જોન ઓફ આર્કની વાર્તા કહેતા હતા. આજે પણ તે વાર્તાઓ મારા હૃદયમાં ગુંજે છે. મારા દાદી હંમેશા કહેતા કે નિડર બનો અને સોનું સારૂ વિચારો.  પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજમાં પોતાની ત્રણ દિવસીય ગંગા યાત્રાની શરૂઆત નાવથી કરી રહ્યા છે. ૧૪૦ કિલોમીટર લાંબી આ ગંગા યાત્રા સ્ટીમર બોટ દ્વારા પ્રયાગરાજનાં છતનાગથી વારાણસીનાં અસ્સી ઘાટ સુધી થશે. તેઓ ૨૦ માર્ચના રોજ વારાણસી પહોંચશે. પ્રિયંકા ગાંધી પોતાની ચાર દિવસીય યુપી મુલાકાત માટે રવિવારે લખનઉ પહોંચ્યા હતા. લખનઉમાં તેમણે આખો દિવસ કાર્યકર્તાઓ અને લોકસભા ચૂંટણી ઉમેદવારો સાથે બેઠક કરી હતી. આ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ માટે પ્રચાર કરવા માટે આવ્યા છે.

(7:44 pm IST)