Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ચુંટણી બની ખર્ચાળઃ ૬૭ વર્ષમાં ૬૦ પૈસાથી ૫૫ રૂપિયા થયો પ્રતિ વોટર ચૂંટણીનો ખર્ચ

૨૦૧૪માં ચુંટણી સૌથી મોંધી અને ખર્ચાળ રહી હતીઃ રીપોર્ટ

નવી દિલ્હી, તા.૧૮: ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર જ નહી પરંતુ પાંચ વર્ષમાં થનારા આ ચુંટણી પર્વનું બજેટ પણ બાકી દેશોની સાથે તેજીથી વધ્યું છે પહેલા ચુંટણીમાં ૬૦ પૈસા પ્રતિવોટર ખર્ચો હતોે જે આજે ૬૭મી લોકસભા સમયે ૫૫ રૂપિયા પર પહોંચી ગયો છે. ભારતીય કમીશન તરફથી એક સાથે ચુંટણી કરવાની ભલામણ સૌથી મોટા કારણ માંથી એક કારણ વઘતો ચુંટણીનો ખર્ચો હતો.

વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી હજુ સુધીના ઇતિહાસની સૌથી મોંઘી અને ખર્ચાળ ચૂંટણી દેશમાં રહી છે. આ ચૂંટણીને પૂર્ણ કરવા પર સરકારને કુલ ૩૮૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની ફરજ પડી હતી. જ્યારે વર્ષ ૧૯૫૧-૫૨માં થયેલી પ્રથમ ચૂંટણી પર ખર્ચનો આંકડો આશરે ૧૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આઠમી લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ખર્ચનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયાથી ઓછો રહ્યો હતો. પરંતુ વર્ષ ૧૯૮૯માં જ્યારે લોકસભા ચૂંટણી યોજવામાં આવી ત્યારે ખર્ચનો આંકડો ૧૫૪ કરોડ સુધી પહોંચી ગયો હતો. ૧૧મી લોકસભામાં ચૂંટણી ખર્ચનો આંકડો પ્રથમ વખત ૫૦૦ કરોડના આંકડાને પાર કરી ગયો હતો. માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૯માં યોજાઇ રહેલી ચૂંટણીના ખર્ચનો આંકડો નવી ઉચાઇ પર પહોંચી જશે. દેશમાં ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ કરાવે છે. ચૂંટણીને પૂર્ણ કરાવવા માટે ચૂંટણી સામગ્રીની ખરીદી, મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા મતદાન કેન્દ્રની સ્થાપના, મતદાન કર્મચારીઓને નાણાંકીય ચૂંકવણી સહિતની કામગીરી પર જંગી ખર્ચ કરવામાં  આવે છે . ચૂંટણી પંચે ગયા રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે.

(3:50 pm IST)