Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

૨૬ અઠવાડીયાનો સવેતન મેટરનીટી લીવનો કાયદો મહિલાઓની નોકરી છીનવી રહ્યો છે

નાની કંપની તથા ર્સ્ટાટ અપ્સ માટે કાયદો આર્થીક બોજઃ લોકલ સર્કલ્સ દ્વારા સર્વેમાં ખુલાસોઃ ૪૬ ટકા કંપનીઓએ ૧૮ મહિનામાં મોટા ભાગની નોકરી પુરૂષોને આપી

બેંગલુરૃઃ કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ પહેલા નોકરીયાત મહિલાઓ માટે મેટરનીટી લીવ માટે ૨૬ અઠવાડીયાની સવેતન રજાની જાહેરાત કરવામાં આવેલ. પણ આ ભેટ મહિલાઓની નોકરીઓ ઓછી કરી રહી છે.  નવ હજાર ર્સ્ટાટ અપ અને નાની કંપનીઓ ઉપર ''લોકલ સર્કલ્સ'' દ્વારા કરાયેલ સર્વે મુજબ નવો કાયદો બનવાથી આવી ૪૬ ટકા કંપનીઓએ છેલ્લા ૧૮ મહિનામાં મોટા ભાગની નોકરી પુરૂષોને આપી દીધી છે.

ઓછા બજેટ ઉપર ચાલતા સ્ટાર્ટ અપ્સના કહેવા મુજબ ૨૬ અઠવાડીયા સવેતન મેટરનીટી લીવનો કાયદો તેમની માટે મોટો આર્થીક ભાર છે. કાયદો બનાવતી વખતે સરકાર તરફથી કહેવામાં આવેલ કે જે કંપની ૨૬ અઠવાડીયાની સવેતન મેટરનીટી લીવ આપશે. તેના ૭ અઠાવાડીયાનોે ખર્ચ સરકાર ચૂકવશે. પણ નાના અને મધ્યમ ર્સ્ટાટ અપ્સ આ રાહતને પુરતી નથી માનતા. ૬૫ ટકા કંપનીઓએ જણાવેલ કે તેમના માટે ૧૯ અઠવાડીયાનો પગાર પણ ખુબ જ મોટો ખર્ચ છે.(૩૦.૭)

સંખ્યા પહેલાથી જ ઓછી

ટ્રુ એલીમેન્ટના સહ- સંસ્થાપક શ્રીજીત મુલૈયાલે જણાવેલ કે ઓલા- ફલીપકાર્ટ જેવી કંપનીઓ માટે આ સરળ છે પણ અમારા જેવા ઓછા બજેટ વાળા ર્સ્ટાટ અપ્સ માટે આ મોટો ભાર છે. અમારા એકમોમાં કર્મચારીઓની સંખ્યા પહેલેથી જ ઓછી હોય છે.

કાયદાના સમર્થકો પણ છે

બધા નાના ર્સ્ટાટ અપ્સ આ વાત સાથે સહમત નથી કે મેટરનીટી લીવના લાભને સમાપ્ત કરવાની જરૂર છે. એઆઈ ર્સ્ટાટ અપ ઈનકર્સ ટેકનોલોજીના સંસ્થાપક રોહન શ્રમણ મુજબ તેમની ૯ લોકોની ટીમમાં ૩ મહિલાઓ છે. તેમને મહિલાઓને લાભ દેવામાં કોઈ વાંધો નથી.

છુટા છાટ આપવા માંગ

લોકલ સર્કલ્સે શ્રમ મંત્રીને પત્ર લખી ૨૦ થી ઓછા કર્મીઓ અથવા ૧૦ કરોડથી ઓછાના વાર્ષીક ટર્નઓવર વાળા ર્સ્ટાટ અપ્સને આ કાયદામાંથી બાકાત રાખવા જણાવેલ. આ સર્વેમાં ૬૧ ટકા કંપનીઓએ તેનું સમર્થન કરેલ.

(3:45 pm IST)