Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

બ્રિટન , ખાડીના દેશો અને આફ્રિકા સહિતના દેશોનો પ્રવાસ કરી મસૂદ અઝહરે કાશ્મીરી આતંકવાદીઓ માટે ભંડોળ મેળવ્યું હતું

ઇંગ્લેન્ડનો એક મહિનાના પ્રવાસ દરમિયાન તેણે ૧૫ લાખ પાકિસ્તાની રૃપિયા એકઠા કર્યા

નવી દિલ્હી ;જમ્મુ કાશ્મીરના પૂલવામાં હૂમલો, સંસદ હૂમલો સહિતના ભારતમાં આતંકી હુમલાની જવાબદારી લેનાર મસૂદ અઝહર દ્વારા જમ્મુ કશ્મીરમાં આતંકી પ્રવૃતિ માટે ફંડ એકઠુ કરવા માટે મસૂદે બ્રિટન, ખાડી દેશો, આફ્રિકાનો પ્રવાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે મસૂદે ઇંગ્લેન્ડનો એક મહિનાના પ્રવાસ દરમિયાન તેણે ૧૫ લાખ પાકિસ્તાની રૃપિયા એકઠા કર્યા હતા.

 ૧૯૯૪માં ભારત આવવા પહેલા તે શાહજાહ અને સાઉદી અરબ પણ ગયો હતો. જો કે ત્યાંથી તેને આતંકના નામે કંઇ ખાસ મળ્યુ નહોતું. મસૂદે ૧૯૮૬માં પોતાના અસલી નામ અને એડ્રેસ સાથે પાકિસ્તાની પાસપોર્ટ બનાવ્યો હતો.ભારતની સુરક્ષા એજન્સીઓ પાસે રહેલી રિપોર્ટસ અનુસાર ઓક્ટોબર ૧૯૯૨માં તેણે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો. લંડનના સાઉથ હોલમાં આવેલી મસ્જિદના મૌલવી મુફ્તી ઇસ્માઇલએ મસૂદની યાત્રાની બધી વ્યવસ્થા કરી આપી હતી. આ મૌલવી મૂળ ગુજરાતના છે.

  રિપોર્ટસ મુજબ મસૂદે જણાવ્યુ હતુ કે મૌલવી સાથે હું બ્રિટનમાં એક મહિનો રહ્યો ઉપરાંત બર્મિંઘમ, નોટીંઘમ, બરલે, શેફિલ્ડ,ડ્ડસબરી, લિસ્ટર સહિતની મસ્જિદોની મુલાકાત લીધી. જ્યાં મેં કાશ્મીરી આતંકીઓ માટે સહાય માંગી અને ૧૫ લાખ પાકિસ્તાની રૃપિયા જમાં થયા. ઉપરાં તેણે બ્રિટનમાં તેણે મુસ્લિમ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં ભારતીય મૂળના મુસ્લિમો પણ સામેલ હતાં. જેઓ માંગોલિયા અને આલ્બાનિયામાં મ્સજિદ બનાવવામાં લાગેલા હતા. 

મસૂદ અઝહરે આતંકી માટે ૯૦ના દશકની શરૃઆતમાં જ આરબ દેશોની યાત્રા કરી હતી.  તેણે આફ્રિકા અને ખાડીના દેશોમાં વિસ્તૃત પ્રવાસ કર્યો હતો. જ્યાં તેને લાગ્યુ કે આરબ રાષ્ટ્રો કશ્મીરને લઇને ગંભીર નથી. આબુધાબી, શારજાહ અને સાઉદી આરબમાંથી તેને અનુક્રમે ૩ લાખ, ૩ લાખ અને ૨ લાખ પાકિસ્તાની રૃપિયા મળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે આતંકી મસૂદ ખોટા પોર્ટુગલ પાસપોર્ટ સાથે ૧૯૯૪ની જાન્યુઆરીમાં ભારત આવ્યો હતો. તેણે પોતે મૂળ ગુજરાતી હોવાનું કહીને એરપોર્ટ પર પોલિસને ચકમો આપ્યો હતો.દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી એશોકા હોટેલ તેનું પ્રથમ ઠેકાણું હતું. ત્યારબાદ જમ્મુ કશ્મીરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૯માં અપહરણ કરાયેલ પ્લેનના બદલામાં તેને છોડવામાં આવ્યો હતો.

(2:14 pm IST)