Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જમ્મુ, શ્રીનગર અને ઉધમપુરમાં ફસાયેલા અંદાજે 900 જેટલા લોકોને એરલિફ્ટ કરીને બહાર કઢાયા

ભારતીય વાયુસેના મદદે :યાત્રિકોમાં મોટા ભાગના લોકો લદાખના રહેવાસી

નવી દિલ્હી :જમ્મુ, શ્રીનગર અને ઉધમપુરમાં ફસાયેલા અંદાજે ૯૦૦ જેટલા લોકોને શનિવારે વિમાનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ યાત્રિકોમાં મોટા ભાગના લોકો લદાખના રહેવાસી હતા.

સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ જમ્મુ, શ્રીનગર અને ઉધમપુરમાં ફસાયેલા ૯૦૦ જેટલા મુસાફરોને શનિવારે વિમાનની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

કારગિલ કુરીયર સર્વિસના રાજ્ય સંયોજક આમિર અલીએ જણાવ્યા મુજબ ભારતીય વાયુ સેનાએ અલગ-અલગ ઘટનામાં ફસાયેલા કુલ ૮૮૧ મુસાફરોને બહાર નીકળવામાં મદદ કરી હતી અને ફસાયેલા મોટા ભાગના યાત્રિકો લદાખના રહેવાસી હતા.

  આમિર અલીએ જણાવ્યા મુજબ ૩૨૫ મુસાફરોને ઉધમપુરથી લેહ, ૨૮૦ને શ્રીનગરથી લેહ, ૧૧૭ને શ્રીનગરથી કારગિલ, ૫૯ને કારગિલથી શ્રીનગર, ૭૪ને જમ્મુથી કારગિલ અને ૨૬ને કારગિલથી જમ્મુ પહોંચાડવામાં આવ્યા હતા.

(2:08 pm IST)