Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજોરીના સુંદરબનીમાં પાકિસ્તાન દ્વારા ફરીવાર સીઝફાયરનું ઉલ્લંઘન : વહેલી સવારે ગોળીબાર

વહેલી સવારે ગોળીબાર કરતા ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં આવેલા સુંદરબનીમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યુ છે. પાકિસ્તાને વહેલી સવારે ગોળીબાર શરૂ કર્યો હતો.ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સેના સરહદ પર અવળ ચંડાઈ પર ઉતરી આવી છે.

    છેલ્લા એક માસથી પાકિસ્તાન દ્વારા સરહદ પર ભારતીય ચોકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. જેનો જવાબ ભારતે બોફોર્સથી પણ આપ્યો છે. પાકિસ્તાને ભારતીય ચોરીમાં તોપમારો કરતા ભારતીય સેના એલર્ટ થઈ છે. ત્યારે એક તરફ શાંતિની વાત કરતુ પાકિસ્તાન સીઝ ફાયરના નામે સરહદ પર અશાંતિ ફેલાવી રહ્યુ છે.

(1:11 pm IST)