Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો : હવે BSNLએ માંગ્યા રૂ. ૭૦૦ કરોડ

BSNL નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરશે

નવી દિલ્હી તા. ૧૮ : દેવામાં ડુબેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. ખરેખર આરકોમને ૭૦૦ કરોડની વસૂલી માટે બીએસએનએલે આ સપ્તાહે એનસીએલટીનો દરવાજો ખખડાવ્યો છે.

એરિએકશન તરફથી ૫૫૦ કરોડની ચુકવણી અંગે સુપ્રીમમાં કેસ દાખલ કર્યા બાદ હવે સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પણ આરકોમ પાસેથી ૭૦૦ કરોડ રૂપિયાની માંગ કરી છે. આધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ આ ૭૦૦ કરોડ કરોડ રૂપિયાની ચુકવણી અંગે બીએસએનએલ આ જ સપ્તાહે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બીએસએનએલના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર અનુપમ શ્રીવાસ્તવે આરકોમ પાસેથી ૭૦૦ કરોડ રૂપિયાની વસૂલી માટે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ૪ જાન્યુઆરીએ નિર્ણય થયો હતો. આરકોમ વિરૂધ્ધ એનસીએલટીમાં કેસ દાખલ કરવા માટે લો ફર્મની પસંદગી પણ કરી લીધી છે.

સર્કિલ ઓફિસેઝમાંથી ઇનવોઇસ આવવામાં મોડુ થવાથી હજુ સુધી કેસ દાખલ થઇ શકયો નથી. હવે આ જ સપ્તાહે આરકોમ વિરૂધ્ધ કેસ દાખલ કરવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બીએસએનએલે આરકોમ તરફથી જમા કરવામાં આવેલી ૧૦૦ કરોડની બેંક ગેરન્ટીને પણ બનાવવામાં આવી છે.

(11:22 am IST)