Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સેબી હવે લેણદારો પાસેથી વસુલી માટે ઢોલ-નગારા નહી વગાડે હવે નવા પ્રકારની ખાસ યોજના

નવી દિલ્હી તા. ૧૮ :.. સેબી હવે લેણદારો પાસેથી વસૂલી માટે પહેલાની જેમ ઢોલ-નગારા નહી વગાડી આ માટે હવે નવા પ્રકારની ખાસ યોજના અમલમાં આવી રહ્યાનો નિર્દેશ સેબી નિયામકે અત્રે આપ્યો હતો, આ માટેના નવા નિયમો તૈયાર કરવા માટે નાણા ખાતા સાથે પરામર્શ ચાલી રહ્યાનું પણ કહેવાયું હતું.

સેબીનું માનવું છે કે કરજદારો પાસેથી વસુલી સમયે જાહેરમાં ઢોલ-નગારા વગાડવાથી કે જાહેર હરરાજી-નીલામી દરમિયાન લેણદારો ઉપર એની ગંભીર અસર નથી પડતી... આથી સેબી પાસે આ રૂણ વસુલવા અંગે લેણદારોની ધરપકડ અને  સંપતિ જપ્ત કરવા માટે કોઇપણ નિયુકત કરી શકે તેવા અધિકાર છે, અને તેનો પણ ઉપયોગ થઇ શકે છે.

(11:21 am IST)