Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકપ્રિયતામાં મોદી હજી પણ નંબર ૧ : ચોંકાવનારા છે રાહુલ ગાંધીના આંકડા

સીવોટર-આઈએનએસ દ્વારા ૧૪ માર્ચ સુધી સંગ્રહિત ડેટાના આધાર પર સ્ટેટ ઓફ ધ નેશન ટ્રેકર સરવે અનુસાર, મોદીની લોકપ્રિયતા : રેટિંગ ૪, ૫, ૬ અને ૭ માર્ચની આસપાસ અંદાજે ૬૦ ટકાના ઉચ્ચ સ્તરથી થોડી ખસીને અંદાજે ૫૬ પર આવી ગઈ છે

નવી દિલ્હી તા. ૧૮ : પાકિસ્તાનના બાલાકોટમાં આવેલ આતંકી શિબિર પર ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાના એક પખવાડિયા બાદ પણ મોદી લોકપ્રિયતામાં અવ્વલ સ્થાન પર કાયમ છે. હાલ, તેમની લોકપ્રિયતાની રેટિંગ માર્ચના પહેલા સપ્તાહની સરખામણીમાં થોડી નીચે આવી ગઈ છે. પરંતુ તેમના પ્રતિસ્પર્ધી રાહુલ ગાંધીની લોકપ્રિયતા રેટિંગમાં મામૂલી સુધારના સંકેત છે. સીવોટર-આઈએનએસ દ્વારા ૧૪ માર્ચ સુધી સંગ્રહિત ડેટાના આધાર પર સ્ટેટ ઓફ ધ નેશન ટ્રેકર સરવે અનુસાર, મોદીની લોકપ્રિયતા રેટિંગ ૪, ૫, ૬ અને ૭ માર્ચની આસપાસ અંદાજે ૬૦ ટકાના ઉચ્ચ સ્તરથી થોડી ખસીને અંદાજે ૫૬ પર આવી ગઈ છે.

તેનાથી વિપરીત રાહુલ ગાંધીનું રેટિંગ મામૂલી વધારાના બાદ અંદાજે સાત ટકા પર આવી ગયું છે. મોદીના રેટિંગ જયારે વધ્યા હતા, ત્યારે રાહુલના રેટિંગમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમની રેટિંગ હાલ પણ જાન્યુઆરી ૨૦૧૯ની આસપાસ ૨૦ ટકાથી ઓછી છે. વડાપ્રધાનના કાર્યની સંતુષ્ટિના મામલામાં કોઈ ખાસ ચેન્જિસ આવ્યા નથી, અને બહુ જ સંતુષ્ટ શ્રેણીમાં તેઓ અત્યાર સુધી ૫૦ ટકાથી ઉપર ટકી રહ્યા છે.

બંને નેતાઓની લોકપ્રિયતાનું અંતર ૫૦થી નીચે આવી ગયું છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા મોટાભાગના લોકોનો વિશ્વાસ કાયમ છે કે, ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) વધુ સારું કરી શકે છે. પરિણામ ૪૦૦૦ અને ૬૦૦૦થી વધુના વચ્ચેના અંતરના નમૂનાના આકાર પર આધારિત છે.

(10:05 am IST)