Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હિમાચલ પ્રદેશમાં ભારે હિમ વર્ષા:બદરીનાથ ધામમાં દસ ફૂટ સુધી બરફનાં થર જામ્યા :તમામ રસ્તા બંધ

રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે બદરીનાથ ધામ પર બરફની ચાદર છવાઇ ગઇ છે.જાન્યુઆરી મહિનાથી સતત થતી બરફવર્ષાને કારણે સમગ્ર મંદિર બરફનાં ઢગ સમાન થઇ ગયું છે. જ્યાં નજર પડે ત્યાં બરફ જ દેખાય છે. એક પણ પક્ષી ફરકે નહિં તેવી બરફ વર્ષા થઇ રહિ છે.

બદરીનાથ ધામનાં મુખ્ય મંદિરમાં યાત્રીઓની ભાર ઘસારો રહે છે. લોકો કલાકો સુધી ભગવાનનાં દર્શન માટે લાંબી લાઇનમાં ઉભા હોય છે. જો કે વર્તમાનમાં ભગવાનનાં મંદિરનાં કપાટ બંધ છે અને સમગ્ર મંદિર પરિસરમાં દસ ફૂટ કરતા વધારે બરફની ચાદર છવાઇ છે. ધામ તરપ જતા બધા રસ્તાઓ બરફવર્ષાને કારણે બંધ કરવા પડ્યા છે.

     ભારે બરફવર્ષાને કારણે રસ્તા પર ઠેર-ઠેર બરફ જોવા મળે છે. રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. જો કે મોટા મોટા ગ્લેશિયર હોવાને કારણે રસ્તો ક્લિઅર કરવામાં વધારે સમય લાગશે. આ સિવાય હાચલ પ્રદેશનાં અનેક વિસ્તારોમાં બરફની આફત ચોતરફ છે. અનેક જગ્યાએ 3થી 4 ફૂટ સુધી બરફનાં થર જામ્યા છે.જેને કારણે તાપમાન માઇનસ દસ ડિગ્રી સુધી પહોંચ્યું છે.

(12:01 am IST)