Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આંધ્ર પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભા માટે ભાજપ ઉમેદવારો જાહેર

આંધ્રપ્રદેશ માટે 123 અને અરુણાચલ પ્રદેશ માટે 54 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હી : ભાજપે આજે પોતાનાં 2 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. લાંબો સમય રાહ જોયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશ માટે ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે

  . આંધ્રપ્રદેશ વિધાનસભા માટે 123 ઉમેદવારોનાં નામની જાહેરાત થઇ ચુકી છે. જ્યારે અરૂણાચલ વિધાનસભા માટે 54 ઉમેદવારોનાં નામની પણ આ સાથે જ જાહેરાત કરવામાં આવી હતી.  આંધ્રપ્રદેશ- અરૂણાચલ પ્રદેશ માટે ભાજપે બહાર પાડી ઉમેદવારો માટેની યાદી
આંધ્રપ્રદેશમાં વિધાનસભાની 175 સીટો છે, અહીં 11 એપ્રીલે મતદાન કરવામાં આવશે.આ જ દિવસે લોકસભાની સીટો માટે પણ મતદાન થશે. અરૂણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની 60 સીટો માટે 11 એપ્રીલે મતદાન યોજાવા જઇ રહ્યું છે.

(12:00 am IST)