Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

દિગંબર કામત ભાજપમાં સામેલ થાય તેવા સંકેત : ચર્ચાઓનો દોર

મનોહર પારીકરની તબિયત વધુ ખરાબ થતાં ચર્ચા : ગોવામાં ભાજપના નવા નેતાની પસંદગી કરવાની અપીલ

પણજી, તા. ૧૭ : મનોહર પારીકરની હાલત ખરાબ થઇ રહી છે. મનોહર પારીકરની બગડી રહેલી હાલત વચ્ચે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતના ભાજપમાં આવવાની ચર્ચા વધારે તીવ્ર બની ગઈ છે. દિગંબર કામત ભાજપમાં સામેલ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રી પદ માટે પણ તેમના નામની ચર્ચા જોવા મળી રહી છે. કામત અંગે કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ વહેલીતકે ભાજપમાં સામેલ થઇ શકે છે. તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોનું કહેવું છે કે, શનિવારે મોડી રાત્રે ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં દિગંબર કામતના ભાજપમાં જોડાવવાને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવશે કે કેમ તે અંગે કેન્દ્રીય નેતાગીરી નિર્ણય લેશે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરની હાલત ખરાબ બનેલી છે. તેમને લઇને આશા ઓછી દેખાઈ રહી છે જેથી ભાજપના નેતાઓએ પણ પાર્ટીને રાજ્યને લઇને કેટલાક નિર્ણયો કરવા માટે કહ્યું છે કે, મનોહર પારીકરની તબિયત સતત વધુ ખરાબ થઇ રહી છે. ભાજપના ધારાસભ્ય દયાનંદ દ્વારા પાર્ટી નેતૃત્વને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ગોવામાં ભાજપના નવા નેતાને લઇને કોઇ નિર્ણય કરે. મિડિયા સાથે વાતચીત કરતા આજે સવારે ધારા સભ્ય દયાનંદ માંડરેકરે કહ્યું હતું કે, જ્યાં સુધી મનોહર પારીકર સંપૂર્ણ ફિટ હતા ત્યાં સુધી ગોવામાં પાર્ટી નેતૃત્વને લઇને કોઇ ચર્ચા ન હતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. તેમની તબિયત સતત ખરાબ થઇ રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસેથી અપેક્ષા છે કે, દિલ્હીથી લઇને ગોવા સુધી આ દિશામાં વહેલીતકે કોઇ નિર્ણય કરવામાં આવે. તબીબોના કહેવા મુજબ મનોહર પારીકરની સ્થિતિમાં કોઇ વધારે સુધારા થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. તેમને કેન્સરની તકલીફ છે.

 

(8:37 am IST)