Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા સપા ,બસપા અને આરએલડી માટે સાત બેઠક છોડવાની જાહેરાત બે બેઠક અપનાદળને પણ આપી

મહાનદળ સાથે પણ ચૂંટણી સમજૂતી કરાઈ :તેના ઉમેદવાર કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડશે

લખનૌ :ઉત્તર પરદેશમાં કોંગ્રેસે સપા, બસપા અને આરએલડી માટે સાત સીટ છોડવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, મૈનપુરી, કન્નોજ, ફિરોજાબાદ ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી અને આરએલડીના અજિત સિંહ અને તેમના દીકરા જયંત ચૌધરીની સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે. રાજ બબ્બરે તેની સાથે જ કહ્યું કે કોંગ્રેસ બે સીટ અપના દળને આપી રહી છે.

   ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની બીજી સહયોગી પાર્ટી મહાન દળની સાથે પણ સીટ સમજૂતીની વાત કોંગ્રેસ અધ્યક્ષે કહી. રાજ બબ્બરે કહ્યું કે, અમે મહાન દળની સાથે પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે તેમને જે પણ સીટ કોંગ્રેસ આપશે, તેનાથી તેમને વાંધી નથી. તેઓ વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. તેઓએ કહ્યું કે તેઓ અમારા ચિન્હ પર ચૂંટણી લડશે, અમે તેની પર નિર્ણય લઈ રહ્યા છીએ

(12:00 am IST)