Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

લોકોને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને ધર્માતરણ કરાવવું તે મહાપાપ: રાજનાથસિંહ

લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં રક્ષામંત્રીએ શિક્ષિત અને સંસકારી બનવા આહવાન કર્યું

લખનૌ : દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ અંગે મોટું  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે

 રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ.

   તેમણે કહ્યું કે ભારતને વિશ્વ ગુરૂ બનાવવું હોય તો દરેક વ્યક્તિને શિક્ષિત અને સંસ્કારી બનવું જરૂરી છે. આ કાર્ય એકલ અભિયાન કરી રહ્યું છે. નક્સલવાદ, ઉગ્રવાદ, આદિવાસી વનવાસી જેવા વિસ્તારો કે જ્યાં જવામાં મોટા મોટા દિલેર લોકની હિંમત નથી થતી ત્યાં એકલ અભિયાન વિદ્યાલય ચલાવી રહ્યું છે. અને તેમને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપી રહ્યું છે.

(11:52 pm IST)