Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કર્ણાટક વિધાનસભામાં હંગામોઃ ભાજપા-કોંગ્રેસમા ટુકડા ટુકડા ગેંગને લઇ ટકરાવઃ સિદ્ધ રમૈયા બોલ્યા ભારતમાતા ભાજપાની સંપતિ નથી

        કર્ણાટક વિધાનસભામાં મંગળવારના સતારૃઢ ભાજપા અને વિપક્ષી કોંગ્રેસ વચ્ચે ટુકડા ટુકડા ગેંગને લઇ અને ભારત માતાને લઇ ટકરાવ થયો. સતાધારી પાર્ટીના ધારાસભ્યો ર હુમલો કરતા વિપક્ષી નેતા સિધ્ધરમૈયાએ કહ્યુ કે ભારતમાતા ભાજપાની સંપતિ નથી. ગૃહમંત્રી બસવરાજ બોમ્બઇને કોંગ્રેસએ આડે હાથ લીધા અને ટુકડે ટુકડે ગેંગની આકા બતાવી. સિદ્ધરમૈયાએ  રાજયમાં કાનુન અને વ્યવસ્થા પર સ્થગન પ્રસ્તાવ કરવાની ગુજારીશ કરતા કેન્દ્રને અને રાજયની ભાજપા સરકાર પર હુમલો કર્યો. અને આ દિશામાં અઘોષિત આપાતકાલ લગાવવાનો આરોપ લગાવ્યો.

        એમણે ભાજપા પર બંધારણ અને લોકતંત્ર ને કમજોર કરવાનો પણ આરોપ લગાવ્યો. જેના પર મંત્રી ઇશ્વરપ્પા એ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધી દ્વારા લગાવવામા આવેલ આપાતકાલનો હવાલો આપ્યો અને પૂર્વ મુખ્યમંત્રીને યાદ અપાવ્યુ કે યારે તે જનતા દળમાં હતા તો એમનો વિરોધ કર્યો હતો.

(11:46 pm IST)