Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગોવામાં 'પીવા 'ની સગવડ માટે સરકાર દરિયા કિનારે પીકનીક ઝોન બનાવાશે

જાહેર સ્થળોએ શરાબ પીવાના પ્રતિબંધનો યોગ્ય રીતે અમલ કરવા નવો નુસખો

 

ગોવા સરકારે કહ્યું હતું કે તે જાહેર સ્થળોએ શરાબ પીવાના પ્રતિબંધનો યોગ્ય રીતે અમલ કરવા માટે દરિયા કિનારા પર પિકનિક ઝોન બનાવશે.

પર્યટનના ક્ષેત્રે હિતધરાવતા લોકો સાથેની બેઠક બાદ જાહેર કરાયેલા પગલાનો હેતું ગયા વર્ષે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ગોવામાં જાહેરમાં પીવાના કાયદાને યોગ્ય રીતે લાગુ કરવાનો છે.

કાયદાને ધ્યાનમાં રાખીને ગોવા સરકારે દરિયા કિનારે એક ખાસ પિકનિક ઝોન બનાવવાનું નક્કી કર્યું છે જેથી પ્રવાસીઓને કોઈ મુશ્કેલી પડે. માટે બીચ પર કેટલીક જગ્યાઓ પસંદ કરવામાં આવશે જ્યાં ખાસ પિકનિક ઝોન બનાવવામાં આવશે

ગોવા વિધાનસભાએ એક વર્ષ પહેલા ગોવા ટૂરિસ્ટ પ્લેસેસ( પ્રોટેક્સન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ,2001માં સુધારો કર્યો, જેમાં ખુલ્લામાં પીવા અને રસોઈ બનાવવા, કાચની બોટલો તોડવા સહિત પર્યટન સ્થળોમાં શરાબ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેના બદલે, પ્રવાસીઓ શેક અથવા સમુદ્ર તટ કે બીચ મથકોની અંદર પી શકે છે.

(11:29 pm IST)