Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

આદિવાસીઓ પર હિંદુ ધર્મ બંધ ન બેસાડોઃ અલગથી જનગણના થાયઃ ૧૯ રાજયોના આદિવાસી સંગઠનોએ પોતાની અલગ ધાર્મીક ઓળખની માંગ કરી

         દેશભરના લગભગ ૧૯ રાજયોથી આદિવાસી સંગઠન પોતાની અલગ ધાર્મિક ઓળખની માંગને લઇ આજે દિલ્લીમાં  ભેગા થયા હતા. એમણે સ્પષ્ટ કહ્યું કે આદિવાસી હિન્દુ નથી. આદિવસી છેલ્લી જનગણના મા  પોતાને હિંદુ ચિન્હીત કરવાથી નારાજ ે. દિલ્લી જંતરમંતર પર ભેગા થયેલ આદિવાસી સમુહોની માંગ છે કે ર૦ર૧ ની જનગણના મા એમને માટે અલગથી આદિવાસી ધર્મની કોલમ રાખવામા આવે જેથી દેશભરમાં આદિવાસીઓની કુલ સંખ્યાનો ખ્યાલ આવે.

         જનગણનામા ખૂબજ જાણકારીઓ મેળવવાની છે અને આ આંકડાના  આધાર પર જ સરકાર પોતાની નિતીઓ બનાવે છે. આદિવાસીઓનું કહેવું છે કે જો અલગથી એમની જનગણના થાય તો એમના માટે ઉચિત નીતિઓ પણ બને.

         આદિવાસીઓએ જનગણનામા  પોતાના માટે અલગ ધર્મની માંગ કરી છે. આદિવાસી પોતાની હીંન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, ઇસાઇ, પારસી નથી માનતા આ માંગ પછી ભાષવિદ સમાજશાસ્ત્રી રામદાસ મુન્ડાએ આગળ વધાર્યુ પણ કેન્દ્ર સરકારએ ધ્યાન આપ્યું નહી.

(11:20 pm IST)