Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સાધ્વી પદમાવતીને ગ્રીન કોરિડોર બનાવી દિલ્લી એમ્સમાં દાખલ કરવામાં આવ્યાઃ હાલત ગંભીર

         માતૃસદનમાં અનશન કરવાવાળી સાધ્વી પદમાવતીની સોમવારના અચાનક તબીયત વધારે ખરાબ થઇ ગઇ જે પછી એમને દિલ્લીની એમ્સમાં  દાખલ કરવામાં આવ્યા. સાધ્વી  પદમાવતીને એમ્સમાં દાખલ કરવા માટે ગ્રીન કોરીડોર પણ બનાવવામા આવ્યું.

         પોતાની માંગોને લઇ ૬પ દિવસથી આમરણ અનશન કરી રહેલ સાધ્વી પદમાવતીને હરિદ્વારથી ગ્રીન કોરિડોર બનાવી સોમવારના રાત્રીના  એમ્બ્યુલન્સથી દિલ્લી લાવવામાં આવેલ અને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે આઇસીયુમા દાખલ છે. વેન્ટીલેટર સપોટ પણ આપવામા  આવેલ છે. અત્યારે એમની હાલત ગંભીર છે.

         સાધ્વીના બ્રેનમાં ઇન્ફેકશન હોવાનુ કહેવામા આવે છે.  મંગળવારા સીટી સ્કેન કરવામાં આવશે. ડોકટરોની ટીમએ એનઆરઆઇ કરવાનો નિર્ણય કર્યો છે.  જેનાથી એમને શુ પરેશાની છે તેનો ખ્યાલ આવશે.  ઉતરાખંડના મુખ્ય મંત્રીએ એમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી છે.

 

(11:17 pm IST)