Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર આર્મી ચીફ નરવણે: સેનાને કહ્યું- પાકની નાપાક હરકતોનો આપો જડબાતોડ જવાબ

સુરક્ષા સ્થિતિ અંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમને સ્થિતિની માહિતી આપી

શ્રીનગર :જમ્મૂ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા સીઝફાયર ઉલ્લંઘન વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણે નગરોટામાં છે. આર્મી ચીફ ત્યાં સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરવા પહોંચ્યા છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમને સ્થિતિની માહિતી આપશે સાથે એલઓસી પર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવાના પાકિસ્તાનના પ્રયોત્નો વિશે પણ જણાવશે.

સેનાના સૂત્રોએ જણાવ્યું, સૈન્ય કમાન્ડર અહીં પાકિસ્તાનના પ્રવાસોને બેઅસર કરવા માટે સેના દ્વારા કરવામાં આવેલા ઉપાયોની પણ સમીક્ષા કરશે. સેના પ્રમુખ જનરલ એમએસ નરવણેએ કમાન્ડરોને સ્પષ્ટ સુચના આપી છે કે જો પાકિસ્તાની સેના એલઓસી પર ઉશકેરવાનો પ્રયત્ન કરે તો તેનો આક્રમક જવાબ આપવામાં આવે.

(9:15 pm IST)