Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દુબઈમાં નવી બંધાઈ રહેલી ઇમારત ઉપરથી પટકાતા ભારતીય મૂળના યુવાન એન્જીનીયરનું કરૂણ મોત

દુબઇ : દુબઈમાં નવી બંધાઈ રહેલી ઇમારત ઉપરથી પટકાતા ભારતીય મૂળના 25 વર્ષીય યુવાન એન્જીનીઅર  સબિલ રહેમાનનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તે ચાર ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો અને 2018 સાલથી દુબઈમાં સ્થાયી થયો હતો.
મૃતકના મિત્રએ કરેલી જાણ મુજબ આ ઇમારતમાં ઉપરના ભાગે જવાનું કોઈ કારણ નહોતું. મિત્રને કોઈ તકલીફ નહોતી તેમછતાં એવું કેમ બન્યું તે સમજી શકાતું નથી. કાનૂની ઔપચારિકતા પુરી થયા બાદ મૃતકના  શબને ભારત મોકલવાની વ્યવસ્થા થઇ રહી છે.

(8:10 pm IST)