Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ISI કસાબને હિન્દુ દર્શાવવા માંગતું'તું: દાઉદ ગેંગને મળી હતી હત્યાની સોપારી

મુંબઇના પૂર્વ પોલીસ કમીશ્નરની આત્મકથામાં ખુલાસો

મુંબઇ, તા.૧૮: મુંબઈના પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ ૨૬/૧૧ના હુમલાના આતંકવાદી હુમલાના દોષિત અજમલ આમિર કસાબને લઈને પોતાની આત્મકથામાં સનસનીખેજ ખુલાસો કર્યો છે.  I  Let Me Say It Now નામના શિર્ષકના નામે લખવામાં આવેલા આ પુસ્તકમાં મારિયાએ દાવો કર્યો હતો કે, મુંબઈ પોલીસ કસાબની તસવીર જાહેર નથી માંગતી.

મારિયાએ દાવો કર્યો છે કે, પોલીસે દાવો કર્યો હતો કે, પોલીસ પુરતા પ્રયાસ કર્યા હતાં કે, આતંકી કસાબની માહિતી મીડિયામાં લીક ના થાય. એટલુ જ નહીં મારિયાએ એ પણ દાવો કર્યો હતો કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગને કસાબને મારવાની પણ સોપારી આપી હતી. મારિયાએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, દુશ્મન (આતંકી કસાબ)ને જીવતો રાખવો એ મારી પહેલી પ્રાથમિકતા હતી. કસાબ વિરૂદ્ઘ લોકોમાં આક્રોશ અને ગુસ્સો તેની ચરમસીમાએ હતો. એટલુ જ નહીં, મુંબઈ પોલીસના અધિકારીઓ પણ ભારે રોષે ભરાયેલા હતા.

મારિયાએ કરેલા સનસની દાવા પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા આતંકવાદી કસાબને કોઈ પણ હાલતમાં તેને પોતાના માર્ગમાંથી હટાવવાની ફિરાકમાં હતી. કારણ કે કસાબ મુંબઈ હુમલાના સૌથી મોટો અને એકમાત્ર પુરાવો હતો.

પૂર્વ આઈપીએસ અધિકારી અને મુંબઈ પોલીસના કમિશ્નર રહી ચૂકેલા રાકેશ મારિયાની આત્મકથા રિલીઝ થતાં પહેલાં જ ચર્ચામાં આવી છે. રાકેશ મારિયાએ પોતાની આત્મકથા લેટ મી સે ઇટ નાઉ માં મુંબઈમાં ૨૬/૧૧ના આતંકી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબ વિશે મોટો ખુલાસો કર્યો છે.

રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ ૨૬/૧૧ હુમલાને હિન્દુ આતંકવાદ તરફ ઢાળવાનો પ્રયાસ કર્યો હતો. ૧૧ હુમાખોરને હિન્દુ પુરવાર કરવા માટે તેમની સાથે નકલી આઈડી કાર્ડ મોકલવામાં આવ્યા હતા. કસાબની પાસે પણ એક આવું જ આઈકાર્ડ મળ્યું હતું, જેની પર સમીર ચૌધરી લખેલું હતું.

મારિયાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે મુંબઈ પોલીસ આતંકવાદી કસાબની તસવીર જાહેર નહોતું કરવા માંગતું. પોલીસે તમામ પ્રયાસ કર્યા હતા કે આતંકવાદીની વિગતો મીડિયામાં લીક ન થાય. નિવૃત્ત આઈપીએસ અધિકારીનો એવો પણ દાવો છે કે અંડરવર્લ્ડ ડાઙ્ખન દાઉદ ઈબ્રાહિમ ના ગેંગને કસાબને મારવાની સોપારી મળી હતી.

મારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, દુશ્મન (કસાબ)ને જીવતો રાખવો મારી પહેલી પ્રાથમિકતા હતી. આ આતંકવાદીની વિરુદ્ઘ લોકોના આક્રોશ અને ગુસ્સો ચરમ પર હતો. મુંબઈ પોલીસ વિભાગના અધિકારી પણ આક્રોશિત હતા. પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા કસાબને કોઈ પણ હિસાબે રસ્તેથી હટાવવાના માંગતા હતા, કારણ કે કસાબ મુંબઈ હુમલાનો સૌથી મોટો અને એકમાત્ર પુરાવો હતો.

નોંધનીય છે કે, ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈમાં ૧૦ આતંકવાદીઓએ ત્રણ સ્થળે હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા અને હજારો લોકો દ્યાયલ થયા હતા. આ હુમલાખોરોમાં એકમાત્ર અજમલ કસાબ જીવતો પકડાયો હતો. કસાબને ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

(3:02 pm IST)