Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ઇમરાન ખાનનું ફરી નાટક: સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કાશ્મીરની જનતાના માનવ અધિકારો અંગે પાકિસ્તાનની મદદ કરો

કાશ્મીરમાં લોકોની સ્થિતી સારી નથી, માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરને લઇને યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું હતુ કે જો બંને દેશ ઇચ્છે તો તેઓ કાશ્મીર મામલે મધ્યસ્થી કરવા તૈયાર છે, હવે તેમના નિવેદન પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ નાટકો શરૂ કરી દીધા છે, તેમને યુનો મહાસચિવની પાકિસ્તાન મુલાકાત સમયે જ બફાટ કર્યો છે કહ્યું છે કે હવે કાશ્મીર મામલે આપેલા વચનો પુરા કરવા પાકિસ્તાનની મદદ કરવામાં આવે, કાશ્મીરમાં લોકોની સ્થિતી સારી નથી, માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, યુનોએ અગાઉ કાશ્મીરના લોકોના માનવ અધિકારો મામલે વાત કરી હતી, તેના પર હવે ઇમરાન ખાન નાટક કરી રહ્યાં છે. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે યુનોને પણ સ્પષ્ટ કહી દીધું છે કે કાશ્મીર મામલે અમે કોઇની દખલગીરી નથી ઇચ્છતા.

ભારત સરકારે કાશ્મીરમાંથી 370 દૂર કર્યા પછી ત્યા વિકાસના કામો ઝડપથી થઇ રહ્યાં છે અને બીજી બાજુ પાકિસ્તાન દ્વારા દુનિયામાં સતત ભારતની બદનામી કરાઇ રહી છે, થોડા દિવસ પહેલા તુર્કીના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનની મુલાકાત સમયે ભારત સામે ઝેર ઓક્યું હતુ અને ભારત સામે ઉશ્કેરણી કરી હતી, ઇમરાને અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા અનેક વખત ભલામણો કરી હતી જે બાદ ટ્રમ્પે પણ મધ્યસ્થતાનો રાગ આલાપ્યો હતો

(1:17 pm IST)