Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જાણીતા અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ રહી ચુકેલા તપસ પોલનું નિધન

કોલકાતા પરત ફરતાં વેળાએ મુંબઇ એરપોર્ટ પર છાતીમાં દુખાવો ઉપડ્યો : પોલ તેમની પુત્રીને મુંબઇ મળવા ગયા હતા.

મુંબઈ : જાણીતા બંગાળી ફિલ્મ અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસનાં ભૂતપૂર્વ સાંસદ તપસ પોલનું મંગળવારે વહેલી સવારે હૃદયરોગનાં હુમલાથી નિધન થયું હતું. તે 61 વર્ષના હતા. કૌટુંબિક સુત્રોએ જણાવ્યું કે પોલ તેમની પુત્રીને મુંબઇ મળવા ગયા હતા.

કોલકાતા પરત ફરતાં તેમણે મુંબઇ એરપોર્ટ પર છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક જુહુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સવારે ચાર વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. તે હ્રદય સંબંધી રોગોથી બિમારીથી પીડાઇ રહ્યા હતા અને છેલ્લા બે વર્ષથી સતત તેમની સારવાર કરવામાં આવી રહી હતી.

પોલ બે વાર કૃષ્ણનગરથી સાંસદ અને અલીપુરનાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે. તેમની સીબીઆઈ દ્વારા 2016 માં રોઝ વેલી ચિટ ફંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ 13 મહિના પછી જામીન મળી ગયા હતા. તે સમયથી જ તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધા હતા.

તેમણે 'સાહેબ (1981),' પરબત પ્રિયા (1984), 'ભાલોબાશા ભાલોબાશા (1985),' અનુરાગર ચોયન (1986) અને 'અમર બંધન' (1986) જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેમને સાહેબ (1981) ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો

(12:49 pm IST)