Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગ્રાહક ખર્ચ અને ખરીદીમાં છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી મોટા ગાબડા અંગેનો સર્વે રિપોર્ટ જાહેર નહીં થાય !!

નેશનલ સ્ટેટેસ્ટિક કમિશન દ્રારા આ સર્વ કરાયો હતો

નવી દિલ્હી : ગ્રાહક ખર્ચ અને ગ્રાહકોની ખરીદી માં છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી મોટા ગાબડા અંગેનો સર્વે રિપોર્ટ જાહેર નહીં થાય તેમ સત્તાવાર રીતે નક્કી થઈ ગયું છે. નેશનલ સ્ટેટેસ્ટિક કમિશન દ્રારા આ સર્વ દેશભરમાં કરવામાં આવ્યો હતો.

આ સર્વે રિપોર્ટ તૈયાર થઇ ગયાના એક મહિના બાદ કમિશનના ચેરમેન વિમલકુમાર રોય એમ કહ્યું હતું કે ગ્રાહકોની ખરીદ શકિત માં થયેલા ભયંકર ઘટાડા અંગે નો આ સર્વે રિપોર્ટ જાહેર થશે પરંતુ સ્વાયત ડેટા બોડીએ આ રિપોર્ટ જાહેર નહીં કરવા જણાવ્યું છે.
આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેમ કરીને ફરી શા માટે ગયું છે કમિશન તેવા પ્રશ્નના જવાબમાં ચેરમેને એમ કહ્યું હતું કે મેં ઘણી ટ્રાય કરી છે અને આ સર્વે રિપોર્ટ જાહેર કરવા માટેનો પ્રસ્તાવ પણ મૂકયો છે પરંતુ મને સપોર્ટ મળ્યો નથી આ સિવાય આગળ હત્પં કશું બોલી શકું એમ નથી.

 દરમિયાનમાં એવી વાત બહાર આવી છે કે મુખ્ય આંકડાશાક્રી પ્રવીણ શ્રીવાસ્તવે આ રિપોર્ટ જાહેર કરવા સામે વાંધો લીધો છે અને એનએસસી ની બેઠક કરી હતી તેમાં એમણે આ રિપોર્ટ જાહેર નહીં કરવા જણાવ્યું હતું લોકોની એટલે કે ગ્રાહકોની ખરીદી ની શકિત માં ૪૦ વર્ષમાં સૌથી વધુ ઘટાડો શા માટે થયો છે તેના કારણો પણ સર્વે રિપોર્ટમાં ટાંકવામાં આવ્યા છે અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

નેશનલ કમિશન ની બેઠકમાં આ રિપોર્ટ જાહેર નહીં કરવા અંગે ચર્ચા થઇ હતી જોકે કમિશનના મેમ્બરોને અગાઉથી તેની કોઈ માહિતી ન હતી અને અચાનક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ રિપોર્ટને જાહેર કરવામાં નહીં આવે

(11:51 am IST)