Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ઓશોએ જીવનને નવી દિશા આપી

જ્યારે હું મુંબઇ આવવાનો હતો તે પહેલા એનએસડી ના રૂમમાં એક કવર પડેલું હતું, ઘણા દિવસોથી કોઇ ઉપાડતું નહોતું એક દિવસ બપોરે મેં તેને ખોલીને જોયુંતો તેમાં ઓશોનો ફોટો હતો. હું ત્યારે ઓશો વિષે કંઇ નહોતો જાણતો. ફોટાએ મારા હૃદયને પુલકિત કરી નાખ્યું. હું ત્યાર પછી તે ફોટો મારી સાથે જ રાખવા લાગ્યો.

મેં મારી પથારી પાસે ઓશોને ફોટો લગાવી રાખ્યો હતો. એક દિવસ એક સન્યાસી મારા ઘરે આવ્યા અને તેમણે આ ફોટો જોયા પછી મને ઓશો અંગે ઘણી બાબતો જણાવી, ધ્યાન અંગે સમજાવ્યું. પછી હું ધ્યાન કરવા લાગ્યો. મુંબઇમાં ઓશો ધ્યાન કેન્દ્ર પર જવા લાગ્યો. બસ તે મારા જીવનનો ટર્નીંગ પોઇન્ટ બની ગયો. મહત્વકાંક્ષાના જે માર્ગે હું જઇ રહયો હતો, તેના ફુગ્ગાની હવા નીકળવા લાગી.

તે દિવસોમાં મને ફિલ્મ મળી. તેના શુટીંગ માટે પુના આવવાનું થયું તો હું રિસોર્ટમાં આવ્યો અને મારૂ મન નાચી ઉઠયું. અહિંનું વાતાવરણ, રોબમાં ફરતા સન્યાસીઓ, આ બધુ મને ગમી ગયું. પછી તો હું નિયમિત રીતે અહીંયા આવ્યા લાગ્યો. અહીંયા બીઇંગ હીઅર, નો માઇન્ડ, મિસ્ટીક રોઝ, હુ ઇઝ ઇન વગેરે કોર્સ કર્યા અને સક્રિય ધ્યાન કુંડલીની પર ધ્યાન આપ્યું. પછી મારી વિચારધારા બદલાઇ ગઇ. આશોના વચન, તેમણે જણાવેલા ધ્યાન પ્રયોગ મારા જીવનમાં બહુ ક્રાંતિકારી ફેરફારો લાવ્યા.

પંકજ ઝા (ફિલ્મ અભિનેતા)

(11:50 am IST)