Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કાશ્મીરમાં કોઈ મોટો હુમલો થશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે

મ્યુનિક સિકયુરીટી કોન્ફરન્સના રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૧૮ :. કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની આતંકી ઘટનાએ વિસ્તારનું ટેન્શન વધારી શકે છે અને તેનાથી ભારત અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે લડાઈની સંભાવના પણ બની શકે છે.

મ્યુનિક સિકયુરીટી કોન્ફરન્સના વાર્ષિક રિપોર્ટમાં એવુ કહેવાયું છે કે જો એવી પરિસ્થિતિ થશે, તો ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે.

ગઈકાલે મ્યુનિકમાં કોન્ફરન્સ દરમ્યાન જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કાશ્મીરને આ વર્ષના ૧૦ વિવાદિત મુદ્દામાં રાખવામાં આવેલ છે. જેમાં જણાવાયુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચરમ પર તનાવમાં ફરીથી કાશ્મીર પર ધ્યાન કેન્દ્રીત કરી દેવાયું છે.

જો કે આ રિપોર્ટમાં પાક તરફથી ફેલાવાતા ત્રાસવાદ અને પાકિસ્તાનના આતંકી સંગઠનોની ભૂમિકાની વાત પણ જણાવાઈ છે.

આ વર્ષે કાશ્મીર, અફઘાન, યમન, પરસીયન ગલ્ફ સહિત કુલ ૧૦ને વિવાદમાં રખાયા છે. રિપોર્ટ ઉમેરે છે કે વર્ષોથી ઈન્ટરનેશનલ રડારમાંથી કાશ્મીર હટી ગયું તુ પણ ગત વર્ષે ભારત-પાક વચ્ચે ટેન્શનને કારણે તે ફરી ફોકસમાં આવી ગયુ છે. રિપોર્ટ ઉમેરે છે કે આગળ શું થશે ? તેને લઈને ભારત પાસે કોઈ રોડમેપ નથી. કાશ્મીરમાં ઘુસણખોરી ઘટી છે, પણ થઈ રહી છે કોઈ પણ આતંકી હુમલો મોટો ખતરો પેદા કરશે. બે પરમાણુ સંપન્ન દેશો વચ્ચે લડાઈ પણ થઈ શકે છે.

(11:00 am IST)