Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જામિયા મિલિયા ઇસ્લામિયાનો વીડિયો વાયરલ થયા બાદ નજીબ જંગે કહ્યુ- નિષ્પક્ષ તપાસ થવી જોઇએ

નવી દિલ્હી : દિલ્હીનાં પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગે જામિયા મિલિયા ઇસ્લામિયાનાં પુસ્તકાલયમાંથી આ વીડિયોની તપાસ સપાટી પર લાવવાની માંગ કરી છે. જંગે કહ્યું છે કે, વીડિયોમાં પોલીસ લાઇબ્રેરીમાં પ્રવેશ કરી વિદ્યાર્થીઓને માર મારતી નજરે પડે છે. દિલ્હી પોલીસે આ તરફ પોતાનો પક્ષ મૂકવો જોઇએ, તેમજ આ મામલે ઉચ્ચ-સ્તરની તપાસ જરૂરી છે જેથી પરિસ્થિતિ સ્પષ્ટ થાય.પૂર્વ  જામિયા વીસી નજીબ જંગે જણાવ્યું હતું કે, જો કોઇ વિદ્યાર્થી પોલીસ પર પત્થર મારો કરીને પુસ્તકાલયમાં છુપાયો, જેવુ અમુક લોકો દાવો કરે છે તો તે પણ ખોટા છે. તેની પણ અમે નિંદા કરીએ છીએ.

રવિવારે જામિયા કોઓર્ડિનેશન કમિટીએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં સુરક્ષા દળ પુસ્તકાલયમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપર ડંડાનો વરસાદ વરસાવતા નજરે પડે છે. વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઘણા પોલીસકર્મી વારાફરતી લાઇબ્રેરીમાં પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરે છે. જામિયા કોઓર્ડિનેશન કમિટીએ આ વીડિયો પર કહ્યું છે કે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસ દળ રાજ્ય પ્રાયોજિત હિંસા કરી રહી છે. જામિયાનાં વિદ્યાર્થીઓ રીડિંગ હોલમાં પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની પર બર્બરતા કરી હતી. વળી, આ વીડિયો પર, દિલ્હી પોલીસે કહ્યું છે કે આ વીડિયોમાં કેટલાક માસ્ક પહેરેલા લોકો પણ જોવા મળે છે. પોલીસનું કહેવું છે કે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી દેવામાં આવી છે. બધા વીડિયોની તપાસ કરવામાં આવશે.

(12:24 am IST)