Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

૧૦ રૂપિયાની સાડીના સેલ માટે મહિલાઓ તૂટી પડતાં કોઇકના હાથ-પગ ભાંગ્યા તો કોઇકનું પર્સ ખોવાઇ ગયું

હૈદરાબાદ, તા.૧૮: સેલનું નામ સંભાળીને સ્ત્રીઓ જબરી ઉત્સાહમાં આવી જતી હોય છે. એમાંય જો સેલમાં સબસે સસ્તાની લાલચ હોય તો-તો પૂછવું જ શું? હૈદરાબાદના સિદિપટ વિસ્તારમાં આવેલા CMR મોલમાં એક સાડીની શોપમાં મહાસેલની જાહેરાત થઇ. એમાં માત્ર દસ રૂપિયામાં સાડી મળશે એવી અનાઉન્સમેન્ટ હતી. શહેરમાં વાયુવેગે આ સેલની જાહેરાત થઇ ગઇ અને મોલમાં એટલો ઘસારો અને ધકકામુકકી થયાં કે કેટલીયે મહિલાઓ ઘાયલ થઇ. એક મહિલાની પાંચ તોલાની સોનાની ચેઇન ખોવાઇ ગઇ. એક મહિલાએ ૬૦૦૦ રૂપિયા કેશ અને ડેબિટ કાર્ડ ભરેલું પર્સ ગુમાવ્યું અને કોઇકના હાથ-પગમાં ઇજા થઇ. પોલીસે આવીને ભીડના કાબુમાં લેવા માટે સેલ બંધ કરવું પડયું.(૨૩.૧૭)

(4:04 pm IST)