Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ત્રિપુરા : મતદાનની સાથે સાથે

મોટી સંખ્યામાં મતદારો બહાર નિકળ્યા

         અગરતલા,તા. ૧૮ : ત્રિપુરામાં આજે ૬૦ વિધાનસભા પૈકી ૫૯ સીટ માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉંચુ મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ ૭૪ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હોવાની ચૂંટણી પંચે વાત કરતા ડાબેરીઓ અને ભાજપમાં અટકળોનો દોર શરૂ થયો હતો. ડાબેરીઓ છેલ્લા ૨૫ વર્ષથી સત્તા પર છે. આ વખતે સત્તા ટકાવી શકશે કે કેમ તે અંગેનો ફેસલો હવે મતગણતરીના દિવસે એટલે કે ત્રીજી માર્ચના દિવસે થશે. તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. આજે ઇવીએમ ખરાબ થવાના બનાવ બન્યા હતા જેમાં ૧૨ ઇવીએમ મશીનો બદલવામાં આવ્યા હતા. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*    ત્રિપુરામાં મતદાન દરમિયાન સંપૂર્ણ શાંતિ રહી

*    ૧૨થી વધુ ઇવીએમમાં ખામી સર્જાઈ હોવાથી બદલવામાં આવ્યા

*    ત્રણ વાગ્યા સુધી ૬૫ ટકાથી વધુ મતદાન થઇ ગયુ ંહતું

*    ત્રિપુરાની ચૂંટણીને લઇને ચાર વાગ્યા સુધી જ મતદાનની વ્યવસ્થા કરાઈ હતી

*    ચાર વાગ્યા સુધી લાઈનમાં રહેલા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની તક અપાઈ

*    ત્રિપુરામાં વિધાનસભાની ૬૦ બેઠકો પૈકી ૫૯ સીટ માટે આજે મતદાન થયું

*    ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીમાં ૩૦૯ ઉમેદવારોના ભાવિ સીલ થયા

*    ત્રિપુરામાં ૨૫.૩૩ લાખ મતદારો પૈકી ૭૪ ટકાથી વધુએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

*    ત્રિપુરામાં ૫૯ સીટ માટે કુલ ૩૧૭૪ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા

*    ત્રિપુરામાં છેલ્લી ૨૦૧૩ની ચૂંટણીમાં સીપીઆઇએમને ૪૯ સીટ મળી હતી.

*    તમામ મતદાન મથકો ખાતે પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પહેલાથી જ તૈનાત કરાયા હતા

*    ત્રિપુરામાં છેલ્લા કેટલાક વર્ષોથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષો સામે આ વખતે પડકારરૂપ સ્થિતી

*    ભાજપે ત્રિપુરામાં હાજરી પુરવાર કરવા માટે તમામ તાકાત આ વખતે લગાડી દીધી હતી

*    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સહિતના ટોપ નેતાઓએ  આક્રમક ચૂંટણી પ્રચાર કરીને વાતાવરણ ભાજપ તરફી કરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા

*    માણિક સરકારની ત્રિપુરામાં આ વખતે અગ્નિકસૌટી છે

*    ત્રિપુરામાં વર્તમાન વિધાનસભાની અવધિ છઠ્ઠી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થનાર છે

*    માણિક સરકારના નેતૃત્વમાં ડાબેરી સરકાર વર્ષ ૧૯૯૮થી સત્તામાં છે

*    ચૂંટણી પંચે રાજ્યમાં વિધાનસભાના કાર્યક્રમની જાહેરાત કર્યા બાદથી ભારે ઉત્સાહ તમામ રાજકીય પક્ષોમાં જોવા મળી રહ્યો હતો

*    ત્રિપુરામાં આજે મતદાન યોજાયા બાદ મતગણતરી ત્રીજી માર્ચના દિવસે થશે

(7:40 pm IST)