Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

સૌથી મોટા નેટવર્ક ઉપર સેક્સ સર્વિસની જાળ ફેલાઈ રહી છે

વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મિડિયાનો ઉપયોગ : સોશિયલ મિડિયા મારફતે સેક્સ પ્રવૃત્તિની જાળ ફેલાઇ મોટા શહેરોમાં કારોબાર જોરદારરીતે આગળ વધ્યો છે

બેંગ્લોર, તા.૧૮ : દુનિયાના સૌથી જુના પ્રોફેશનલ નેટવર્ક ઉપર સેક્સ વર્કરોની હવે ધૂમ જોવા મળી રહી છે. દુનિયાનું સૌથી જુનુ પ્રોફેશન અને દુનિયાના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક સુધી પહોંચી ગયું છે. સોશિયલ મિડિયા ઉપર સેક્સ માટે હવે બોલી લગાવવામાં આવી રહી છે. આના માટે સોશિયલ મિડિયાનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડઇન પર હજારો એવા પ્રોફાઇલ બનાવવામાં આવ્યા છે જે ખુલ્લીરીતે મસાજ સર્વિસ અને એડલ્ટ એન્ટરટેઇનમેન્ટની ઓફર કરી રહ્યા છે. દેશના તમામ મોટા શહેરોમાં આ કારોબાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. તમામ પ્રકારની ફરિયાદ બાદ ૨૦૧૩માં લિંક્ડઇને સેક્સ સાથે સંબંધિત આ પ્રકારના કન્ટેન્ટ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો પરંતુ આના પર હજુ પણ સંપૂર્ણપણે પ્રતિબંધ આવ્યો નથી. મોટા શહેરોમાં આની બોલબાલા જોવા મળી રહી છે. બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, કોલકાતા જેવા શહેરોમાં સેંકડો ફેક પ્રોફાઇલ બનાવવામાં આવ્યા છે જેના મારફતે આ પ્રકારના કન્ટેન્ટને ફેલાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રકારની પ્રોફાઇલોમાં નંબરો, લોકેશન અને કઈ કઈ સર્વિસ મળે છે અંગેની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં બેંગ્લોર સ્થિત એક સ્પા સેન્ટરની પ્રોફાઇલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્પા સેન્ટરના લિંક્ડઇન પ્રોફાઇલમાં લખવામાં આવ્યું છે કે, મસાજ કરનાર યુવતી કેરળની ખુબસુરત યુવતી રહેશે. પસંદગીની યુવતી મારફતે પણ મસાજ કરાવી શકાય છે. દિલ્હી, મુંબઈના કેટલાક ફેક પ્રોફાઇલને લઇને કહેવામાં આવ્યું છે કે, આમા યુવતીઓ પોતાને સ્વતંત્ર એડલ્ટ એન્ટરટેઇનર તરીકે ગણાવે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આ અંગેની માહિત મેળવવા માટે અનેક નંબર પર ફોન કરીને એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ખુલાસો કર્યો છે. મોટાભાગના નંબર વાસ્તવિક નિકળ્યા છે અને કબૂલાત પણ કરવામાં આવી છે કે, પ્રોફાઇલમાં જે લખવામાં આવ્યું છે તે સાચી બાબત છે.

(11:06 pm IST)