Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

FPI દ્વારા ફેબ્રુઆરી માસમાં ૬,૮૪૪ કરોડ પાછા ખેંચાયા

વૈશ્વિક વેચવાલીના દોર વચ્ચે નાણાં ખેંચાયા :એફપીઆઈ દ્વારા પહેલીથી ૧૬મી ફેબ્રુઆરી વેળા ડેબ્ટ માર્કેટમાં ૩,૨૧૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા

મુંબઈ, તા.૧૮ : વિદેશી મૂડીરોકાણકારોએ વૈશ્વિક વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારમાંથી ૬૮૪૪ કરોડ રૂપિયા અથવા તો એક અબજ ડોલરની રકમ ફેબ્રુઆરી મહિનામાં હજુ સુધી પાછી ખેંચી લીધી છે. જાન્યુઆીરી મહિનામાં જંગી નાણાં ઠાલવી દેવામાં આવ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં વેચવાલી જારી રહી છે. જંગી નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પહેલી ફેબ્રુઆરીથી લઇને ૧૬મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી એફપીઆઇ દ્વારા ૬૮૪૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન એફપીઆઇ દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૩૨૧૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. એકંદરે વેચવાલી વૈશ્વિક બજારમાં જારી રહેતા તેની અસર વિદેશી રોકાણકારો પણ દેખાઇ છે.  નવેસરના આંકડા દર્શાવે છે કે, જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૩૭૮૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં જંગી નાણા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.  આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બર મહિનામાં મૂડીમાર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૩૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.  એમએફ ફંડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, એફપીઆઈ પણ ૨૦૧૮માં ૨૦૧૭ની જેમ દેખાવ કરી શકશે નહીં. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેથી સરકાર પાસેથી આર્થિક સુધારાની અપેક્ષા દેખાઈ રહી છે. સમગ્ર ૨૦૧૭માં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ મળીને મુડી માર્કેટમાં બે લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ હતુ. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ડેબ્ટ માર્કેટમાં ૧.૪૯ ટ્રિલિયન રૂપિયા ઠાલવી દેવામાઆવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ  અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા. સરખામણીમાં વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ૫૧૦ અબજ  રૂપિયાની ખરીદી કરી હતી.   ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. ગયા વર્ષે માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું  હતુ.  માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૭માં માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી.આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા.  ૨૦૧૭ સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે.  નાણાં પ્રધાન જેટલીએ વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સપર ૧૦ ટકા ટેક્સની શરૂઆત કરી હતી.હાલમાં અમેરિકી બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. જેની અસર હેઠળ ભારતીય બજારમાં બે હજાર પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો.

FPI વધુ સાવધાન.......

*    ફેબ્રુઆરી મહિનામાં હજુ સુધી ૬૮૪૪ કરોડ રૂપિયા એફપીઆઇ દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે

*    ફેબ્રુઆરીમાં સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૩૨૧૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે

*    વૈશ્વિક વેચવાલી વચ્ચે તીવ્ર મંદી વચ્ચે એફપીઆઇ નાણાં પરત ખેંચવાના મુડમાં છે

*    જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૩૭૮૦ કરોડ ઠાલવવામાં આવ્યા બાદ જંગી નાણા પાછા ખેંચાયા

*    સમગ્ર ૨૦૧૭માં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ મળીને મુડી માર્કેટમાં બે લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ હતુ

*    વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ  અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા

*    ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે

(7:25 pm IST)