Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇમાં ઇંગ્‍લેન્‍ડ તથા નવેમ્‍બરમાં ઓસ્‍ટ્રેલીયાનો પ્રવાસ ખેડશે : વર્ષનો કાર્યક્રમ જોહર

જુનમાં આયલેન્‍ડ સામે ટી-ર૦ રમશે : ઇંગ્‍લેન્‍ડ ઓસ્‍ટ્રેલીામાં ૯ ટેસ્‍ટ, ૬ વન-ડે, ટી-ર૦ રમશે

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના ૨૦૧૮-૧૯ નું કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. India ૨૦૧૮-૧૯ સીઝનમાં લગભગ ૩૦ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જયારે તમામ ફોર્મેટમાં કુલ ૬૩ મેચ રમશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમને આગામી સિઝનમાં ૧૨ ટેસ્ટ મેચની સાથે ૨૧ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. ભારતની વર્તમાન (૨૦૧૭-૧૮) શ્રીલંકામાં ટ્રાઈ ટી-૨૦ ટુર્નામેન્ટની સાથે સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ કેલેન્ડર એપ્રિલમાં ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૧૮ થી શરૂ થશે, જયારે નેશનલ ટીમ પોતાનું અભિયાન જૂનમાં આયર્લેન્ડ સામે બે મેચની ટી-૨૦ સિરીઝની સાથે શરૂ કરશે.

વિરાટ કોહલી એન્ડ કંપનીની સૌથી મોટી અગ્નિપરીક્ષા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં થશે. ભારતીય ટીમ જુલાઈમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં તેમની ટીમ પાંચ ટેસ્ટ, ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય અને એટલી જ ટી-૨૦ મેચ રમવાની છે. જ્યારે, નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કરવાનો છે, જ્યાં ભારતને ચાર ટેસ્ટ, ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમવાની હશે.

 

(5:27 pm IST)