Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

PNB કૌભાંડમાં કોંગ્રેસનો હાથ : ભાજપ દ્વારા વળતો પ્રહાર

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાને લીધા

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકના 11 હજાર ચારસો કરોડ રૂપિયાના કૌભાંડ પર રાજકીય  યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસના વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પરના શાબ્દિક પ્રહારોનો ભાજપ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાને લીધા છે.

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ દ્વારા પીએમઓ અને નાણાં મંત્રાલયની જાણકારી વગર પીએનબી ગોટાળા જેવો મહાગોટાળો થઈ શકે નહીં તેવો દાવો કરાયો છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જવાબી પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના આરોપોને નિરાધાર ગણાવ્યા છે. સીતારમણે વળતો પ્રહાર કરીને કૌભાંડ કોંગ્રેસનું પાપ ગણાવ્યું છે. તેમણે કોંગ્રેસને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવીને કોંગ્રેસના મોટા નેતાઓનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે

આપતા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આમ કરીને કોંગ્રેસની રણનીતિ યુપીએ સરકારનો વધુ એક ગોટાળો દબાવાની છે. 2013માં ગોટાળા સામે ઉઠેલા અવાજને તત્કાલિન સરકારના નાણાં મંત્રાલયે દબાવી દીધો હતો.

સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને નિશાને લીધા છે. સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે રાહુલ ગાંધી જૂલરી ગ્રુપની પ્રમોશન ઈવેન્ટમાં સામેલ થયા હતા અને નીરવ મોદીએ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને ફાયદો પહોંચાડ્યો હતો. દાવો કરાયો છે કે ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ નિરવ મોદીની કંપની છે. તેમણે આને અદ્વૈત હોલ્ડિંગ પાસેથી ખરીદી હતી. અદ્વૈત હોલ્ડિંગમાં 2002માં કોંગ્રેસના નેતા સિંઘવીની પત્ની અનિતા સિંઘવી શેર હોલ્ડર છે.

નિર્મલા સીતારમણે વળતો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નેતાઓએ ગીતાંજલિ કંપનીને પ્રમોટ કરી હતી. તેમને બિલ્ડિંગ આપી અને આરોપ કેન્દ્રની એનડીએ સરકાર પર લગાવાયો છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન સીતારમણે નીરવ મોદીની કંપનીની લોન માટેની શરતોને યુપીએ સરકારે આસાન બનાવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

(2:30 pm IST)