Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ઉતરાખંડમાં સાંવણીમાં તાપણાંથી ૪૦ ઘર બળી ને ખાખ

દહેરાદૂન : ઉત્તરાખંડના ઉતરાકાશી જિલ્લામાં આવેલા સાંવણી ગામમાં ભયાનક આગ ફેલાત અંદાજીત ૪૦ ઘર બળીને ખાખ થઇ ગયા હતા. આ ગામમાં તમામ મકાનો લાકડાથી બન્યા હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રાત્રીના ઠંડીને લઇને કોઇ એક ઘરમાં તાપણું કરવામાં આવ્યું હતું. આ તાપણું આગમાં તબદીલ થયા બાદ એક પછી એક મકાનોને ભરડામાં લીધા હતા. સામાન્ય રીતે ગામના લોક આગથી બચીને દૂર નીકળી ગયા હતા પણ ઢોરઢાખર ભયાનક આગમાં ફસાઇ ગયા હતા. આ ઘટનામાં ૧૦૦ જેટલા પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે.

(1:50 pm IST)