Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

૭ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મઃ હત્‍યા પ્રકરણમાં આરોપીને ૪ વખત મોતની સજા મળવી જોઇઅે: કોર્ટનો ચૂકાદો

કરાંચીઃ ૭ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ અને હત્‍યાની ઘટનામાં આરોપીને ૪ વખત ફાંસીઅે લટકાવી દેવા કોર્ટે આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

પાકિસ્તાનના પંજાબમાં સાત વર્ષની બાળકી ઝૈનબની બળાત્કાર અને હત્યાની હૃદય કંપાવી દે તેવા કેસમાં લાહોર હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે આરોપીને દોષિત માનતા મોતની સજા સંભળાવી છે. કોર્ટે કેસમાં બળાત્કારીની ચાર વખત મોતની સજા મળવી જોઇએ તેવું કહ્યું હતું. કોર્ટે કેસમાં બે મહિનાની અંદર નિર્ણય સંભળાવ્યો છે.

કસૂર શહેરની ઘટના પર આખા પાકિસ્તાનમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. માસૂમ બાળકી ઝૈનબ પર બળાત્કાર અને હત્યાના આરોપમાં પાડોશી ઇમરાન અલીની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આજે લાહોર હાઇકોર્ટે ફાંસીની સજાનો નિર્ણય સંભળાવ્યો હતો.

કેસમાં પાકિસ્તાનના લોકોએ કેટલાંય શહેરોમાં પ્રદર્શન કર્યું હતું. તેને પાકિસ્તાનની નિર્ભયા જેવી ઘટના ગણાવા લાગ્યા. પાકિસ્તાન સિવાય દુનિયાના કેટલાંય દેશોમાં પણ ઘટનાની નિંદા કરાઇ.

ફાંસીની સજા સિવાય 25 વર્ષ જેલની સજા પણ સંભળાવી છે. સાથો સાથ 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

પાંચ જાન્યુઆરીના રોજ બાળકી ગુમ થઇ ગઇ હતી. તેના માતા-પિતા સાઉદી અરબ ગયા હતા અને તે પોતાના એક સંબંધીની સાથે રહેતી હતી. ત્યારબાદ 9 જાન્યુઆરીના રોજ શાહબાજ ખાન રોડની પાસે કચરાના ઢગલામાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઇ હતી.

(5:51 pm IST)