Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વધુ અેક વ્‍યક્તિઅે બેન્કોનું કરી નાંખ્યુઃ રોટોમેક કંપનીના વિક્રમ કોઠારી રૂૂ.પ૦૦ કરોડની લોન લઇને ગાયબ

કાનપુરઃ રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી પ સરકારી બેન્‍કો પાસેથી પ૦૦ કરોડ રૂપિયા લઇને ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે.

પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ ટ્રાન્સેક્શન દ્વારા અગિયાર હજાર કરોડથી વધારે રૂપિયાના ગોટાળાની તપાસ થઈ રહી છે. પીએનબી કાંડનો આરોપી હીરા વેપારી નીરવ મોદી વિદેશમાં હોવાના અહેવાલ છે. ત્યારે યુપીના કાનપુરમાં પાંચસો કરોડથી વધુનો એક બેંકિંગ ગોટાળો સામે આવ્યો છે. ગોટાળાના તાર પેન બનાવનારી નામી કંપની રોટોમેકના માલિક વિક્રમ કોઠારી સાથે જોડાયેલા છે.

વિક્રમ કોઠારીએ પાંચ સરકારી બેંકોમાંથી પાંચસો કરોડ રૂપિયાથી વધારેની લોન લીધી હતી. પરંતુ વર્ષ પૂર્ણ થયા બાદથી અત્યાર સુધીમાં તેમના તરફથી લોનની અદાયગી થઈ નથી. હાલ વિક્રમ કોઠારી ક્યાં છે ? તેની કોઈ જાણકારી નથી. કાનપુરના માલરોડ સિટી સેન્ટરમાં રોટોમેકનું કાર્યાલય પણ ઘણાં દિવસોથી બંધ પડયું છે. આરોપ છે કે નિયમોને તાક પર રાખીને વિક્રમ કોઠારીને આટલી મોટી લોન આપવામાં આવી છે.

પાન પરાગના સંસ્થાપક એમ. એમ. કોઠારીના પુત્ર છે વિક્રમ કોઠારી.. પિતાના નિધન બાદ વિક્રમ કોઠારીએ સ્ટેશનરીમાં કારોબાર શરૂ કર્યો છે. રોટોમેક નામથી પેન, સ્ટેશનરી અને ગ્રિટિંગ્સ કાર્ડ્સનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. થોડાક વર્ષોમાં વિક્રમ કોઠારીએ રોટોમેકને એક મોટી કંપની બનાવી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિક્રમ કોઠારીને સમ્માનિત પણ કર્યા હતા.

આરોપ છે કે નિયમોને તાક પર રાખીને વિક્રમ કોઠારીને આટલી મોટી લોન આપવામાં આવી હતી. હવે વિક્રમ કોઠારી તરફથી લોનની ચૂકવણી નહીં થવાથી બેંક અધિકારીઓમાં ખળભળાટ છે. યૂનિયન બેંકના મેનેજર પી. કે. અવસ્થીનું કહેવું છે કે વિક્રમ કોઠારી પર તેમની બેંકની 485 કરોડ રૂપિયાની લોન છે અને તેમના ઉપર એનસીએનટી હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. તેની સાથે તેમની પ્રોપર્ટીને પણ વેચવાની તૈયારી છે. અલ્હાબાદ બેંકમાંથી પણ વિક્રમ કોઠારીએ 352 કરોડની લોન લીધી છે. બેંકના મેનેજર રાજેશ ગુપ્તાએ લોન ચુક્તે નહીં કરવા પર વિક્રમ કોઠારીની પ્રોપર્ટી વેચીને નાણાં રિકવર કરવાની આશા વ્યક્ત કરી છે.

(5:50 pm IST)