Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ભુખથી ટ્રેનમાં રોવા લાગ્યુ ૮ માસનું બાળક : માતાએ રેલ્વે મંત્રીને કર્યું ટ્વીટ : ૨૩ મીનીટમાં ગરમ દૂધ આવી પહોંચ્યુ

યુપીમાં એલટીટી એકસપ્રેસમાં વતન સુલ્તાનપુર જઇ રહેલ અંજલીએ રેલ્વે તંત્રનો આભાર માન્યો

લખનૌ,તા. ૧૮ : યુપીમાં એક ટ્રેનમાં સફર કરી રહેલ મહીલાએ જ્યારે ૮ મહિનાનું પોતાનું બાળક ભુખથી રડી રહ્યું હતુ તો તેણે રેલ્વે મંત્રીને ટ્વીટ કરી દુધ અંગે પોતાની સમસ્યા જણાવી હતી અને ફકત ૨૩ મીનીટમાં જ આગલા સ્ટેશને રેલ્વે તંત્ર દ્વારા બાળક માટે દૂધ ઉપલબ્ધ કરાવાયું હતું.

મીડીયા રિપોર્ટ મુજબ અંજલી તિવારી એલટીટી એકસપ્રેસમાં એસી થ્રી કોચમાં સુલ્તાનપુર જઇ રહી હતી. તેવામાં તેનું ૮ માસનું બાળક જોર-જોરથી ભૂખના લીધે રડવા લાગતા અંજલીએ પ્રથમ તેના પરિવારજનો સાથે વાત કરી હતી. તે સમયે અંજલી પાસે બાળકને આપવા દૂધ ન હતું. પરિજનો સાથે વાત કર્યા બાદ અંજલીએ રેલ્વે મંત્રીને ટ્વીટ કરી સમગ્ર મામલો જણાવેલ.

મુળ સુલ્તાનપુરની અંજલી પોતાના બન્ને બાળકો સાથે વતન પરત ફરી રહી ત્યારી ભીમસેન સ્ટેશન પહેલા બાળક રડવા લાગેલ. ટ્વીટ બાદ કાનપુર સેન્ટ્રલના ડેપ્યુટી સીટીએમ હિમાંશુ શેખરના નિર્દેશ બાદ એસીએમ સંતોષ ત્રિપાઠીએ કાનપુર સ્ટેશનને ગરમ દૂધ અંજલીને આપવામાં આવેલ. અંજલીએ ફોનમાં તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો.

(12:34 pm IST)