Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

શુભેંદુ અધિકારીના રોડ શોમાં મોટો હોબાળો : કાળાઝંડા ફરકાવાયા : ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

રેલીમાં કેન્દ્રિય મંત્રી દેબાશ્રી ચૌધરી અને બંગાળ ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ પણ હાજર

કોલકતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તૃણમૂળ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે ભાજપ સાઉથ કોલકાતામાં રોડ શો કરી રહી હતી તે દરમિયાન ટીએમસીના મહિલા મોર્ચા દ્વારા કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. ત્યારબાદ બંને દળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું અને મોટો હોબાળો પણ થયો છે.

 ટીએમસી છોડીને ભાજપમાં જોડાનાર શુભેંદુ ધિકારી કોલકાતામાં રોડ શો કરી રહ્યા હતા. તે દરમિયાના ટીએમસીની મહિલાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવવામાં આવ્યા. આ રેલીમાં કેન્દ્રિય મંત્રી દેબાશ્રી ચૌધરી અને બંગાળ ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ પણ હાજર હતા.

શુભંદુ અધિકારીનો રોડ શો કોલકાતામાં રાશવિહારી એવન્યુ પાસે પુરો થવાનો હતો, જ્યાંથી મમતા બેનર્જીનું કાલીઘાટ સ્થિત ઘર નજીક છે. રોડ શોના અંતમાં શુભેંદુ કાર્યકરોને સંબોધિત પણ કરવાના હતા. તે પહેલા જ રોડ શોમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. આ પહેલી વખત નથી કે જ્યારે બંને દળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોય. બંગાળમાં તો હવે આ ઘટના સામન્ય થઇ ગિ છે. ઘણા વખત તો બંને દળના કાર્યકરો વચ્ચે હિંસક ઘર્ષણના બનાવો પણ બન્યા છે.

(7:17 pm IST)