Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

‘તાંડવ' વેબ સિરીઝમાં હિન્‍દુઓની લાગણી દુભાવવાના કેસમાં સમગ્ર ટીમ સામે યોગી સરકાર દ્વારા ગંભીર કલમો હેઠળ કેસ નોંધાશેઃ ટુંકમાં ધરપકડો કરાશે

લખનઉઃ સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયાની વૈબ સીરિઝ તાંડવા વિવાદમાં યુપી પોલીસ મુંબઇ રવાના થઇ છે. લખનઉના હઝરતગંદ પોલીસ મથકના ચાર પોલીસ કર્મી સીરિઝના કલાકારો, નિર્માતા અને ડિરેકટરની પુછપરછ માટે રવાના થયા છે.

તાંડવ વેબ સીરિઝમાં હિન્દુઓની લીગણીઓ દુભાવવાનો આરોપ છે. જેના પગલે લખનઉના હઝરતગંજ પોલીસ મથકના PI વતી સીરિઝની ટીમ સામે કલમ 153A, 295,505(1)(b),505(2),469,66, 66f અને 76 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

ટીમમાં અમેઝોન પ્રાઇમની ઇન્ડિયા હેડ અપર્ણા પુરોહિત, તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર, નિર્માતા હિમાંશૂ કૃષ્ણ મેહર અને રાઇટર ગૌરવ સોલંકી સામેલ છે.

વડાપ્રધાનના અશોભનીય ચિત્રણનો પણ આરોપ

ફરિયાદમાં હિન્દુઓની લાગણીઓ ભડકાવવા અને દેશના વડાપ્રધાનનું અશોભનીય ચિત્રણ કરવાનો આરોપ મૂકાયો છે. એફઆઇઆરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વેબ સીરિઝનું ઇન્ટરનેટ પર વ્યાપક પ્રમાણમાં પ્રચાર પણ કરવામાં આવી રહ્યું છે. નાથી સમાજની લાગણીઓ હણાઇ રહી છે. જેના કારણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

યુપી CMના સલાહકારની પણ તાંડવ વિરુદ્ધ ટ્વીટ

મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર મણિ ત્રિપાઠીએ ટ્વીટ કરી કે, “લોકલાગણીઓ સાથે રમત સાંખી નહીં લેવાય. વેબ સીરિઝની આડમાં ઘટિયા વેબ સીરિઝ તાંડવની સમગ્ર ટીમ સામે યોગીજીના ઉત્તર પ્રદેશમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટુંકમાં ધરપકડો કરાશે.

તાંડવ સીરિઝનો વિવાદ શું છે?

તાંડવમાં ઝીશાન અય્યુબના એર વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જ્યાં તે ભગવાન શિવ બનીને એક્ટિંગ કરી રહ્યો છે. આરોપ છે કે અલી અબ્બાસ ઝફરની વેબ સીરિઝ ખોટા પ્રોપેગેન્ડા ફેલાવી રહી છે.

માત્ર ટુકડા-ટુકડા ગેંગની પેરવી કરી રહી છેઝીશાન અય્યુબને ભગવાન શિવ બનાવી ગાળો અપાવી રહી છે.

એક દૃશ્યમાં ઝીશાન અય્યુબ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહે છે કે અંતે તમને કોનાથી આઝાદી જોઇએવચ્ચે નારદના વેશમાં સ્ટેજ સંચાલક કહે છે- નારાયણ-નારાયણ. પ્રભુ કઇ કરો.

રામજીના ફોલોઅર્સ સતત સોશિયલ મીડિયા પર વધતા જઇ રહ્યા છે. મને લાગે છે કે આપણે પણ કઇક નવી રણનીતિ બનાવી લેવી જોઇએ.જેનાપર જીશાન અય્યુબ કહે છે, ‘શું કરૂ હું તસવીર બદલી આપુ છું?’ તે બાદ સંચાલક કહે છે, ‘ભોલેનાથ તમે તો ઘણા ભોળા છો’.

સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઇ ચુકી છે. વેબ સિરીઝ રીલિઝ થતા વિવાદમાં આવી ગઇ છે. તાંડવના ડાયલૉગ્સ અને સીનને લઇને દર્શકોએ નારાજગી વ્યક્ત કરી છે.

મુંબઇમાં પણ તાંડવ મામલે વકીલે નોટિસ મોકલી

મેકર્સ પર ભગવાન રામ, નારદ અને શિવના અપમાનનો આરોપ લાગ્યો છે. મામલે વિવાદ એટલો વધી ગયો છે કે બોમ્બે હાઇકોર્ટના વકીલ આશુતોષ દુબેએ પણ અલી અબ્બાસ જફર અને એમેઝોન પ્રાઇમ વીડિયોને લીગલ નોટિસ મોકલી છે.

(5:17 pm IST)