Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

WHOની સલાહ શું છે?

ચિકન કે ઈંડા ખાવાથી બર્ડફ્‌લુ થાય?

ગુજરાત સહિત દેશના છ રાજયો અત્‍યાર સુધીમાં બર્ડફલુની ઝપેટમાં આવી ગયા છેઃ એવામાં ઈંડા અને ચિકન ખાનારા લોકોને ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે

નવી દિલ્‍હી, તા.૧૮: કોરોના વાયરસ મહામારીથી હજુ રાહત મળી ન હતી કે કોવિડ-૧૯ના નવા સ્‍ટ્રેનના કેસો વધી રહ્યા છે. આ દરમિયાન હવે દેશમાં ઝડપથી બર્ડફ્‌લુ ફેલાઈ રહ્યો છે. આ ફીવરને એવિયન ઈન્‍ફ્‌લુએન્‍ઝા વાયરસ (H5N1)ના નામે ઓળખવામાં આવે છે, પરંતુ સરળ ભાષામાં તેને બર્ડફ્‌લુ કહેવાય છે. દેશના રાજયોને એલર્ટ કરી દેવાયા છે અને તેને રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્‍યાર સુધીમાં દેશના પાંચ રાજય- હિમાચલ પ્રદેશ, રાજસ્‍થાન, હરિયાણા, મધ્‍ય પ્રદેશ અને કેરળ બર્ડફ્‌લુની ઝપેટમાં હતા, હવે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ ગયો છે. આ ઉપરાંત પણ બીજા રાજયો બર્ડફ્‌લુની ઝપેટમાં આવી ગયાની આશંકા છે. એવામાં આવા સમયમાં ચિકન અને ઈંડા ખાવા જોઈએ કે નહીં એ સવાલ નોનવેજ ખાનારાઓને થવો સ્‍વાભાવિક છે. આવો આ સવાલનો જવાબ જાણીએ.

જાણકારોનું માનવું છે કે, એવિયન ઈન્‍ફ્‌લુએન્‍ઝા વાયરસ (H5N1) જંગલી પક્ષીમાં હોય છે, પરંતુ તે તેનાથી બીમાર નથી થતા. જોકે, તે આ વાયરસથી મરદ્યી, બતક, કાગડા, કબુતર, મોર જેવા બીજી પક્ષીઓ સંક્રમિત થાય છે. અત્‍યાર સુધીમાં આ વાયરસથી દેશના તમામ રાજયોમાં ગત ૧૦ દિવસમાં લાખો પક્ષીઓના મોત પણ થઈ ચૂક્‍યા છે. કેરળમાં ગત દિવસોમાં ૧૨,૦૦૦ બતકોના મોત થયા છે, જયારે કર્ણાટક અને તમિળનાડુ સાવચેત થઈ ગયા છે. તો, હિમાચલમાં પણ હજારો પક્ષી મૃત મળ્‍યા છે, તે પછી જમ્‍મુ-કાશ્‍મીર અને હરિયાણાએ પોત-પોતાના રાજયમાં સેમ્‍પલોની તપાસ શરૂ કરી દીધી છે.

 સંક્રમણ રોકવા આટલું ધ્‍યાન રાખો

૧. સામાન્‍ય રીતે H5N1 પક્ષીઓમાં હોય છે, તેથી જે લોકો મીટનો સપ્‍લાય કરે છે તેમણે ધ્‍યાન રાખવું જોઈએ કે ફુડ ચેઈનમાં કોઈપણ એવું પક્ષી ન આવી જાય જે સંક્રમિત હોય.

૨. સરકારી નિર્દેશોમાં પોલ્‍ટ્રી ફૂડ પ્રોડક્‍ટ્‍સનું વેચાણ પ્રતિબંધિત કરી દેવાયું છે અને તે ખાવા પર રોક લગાવી દેવાઈ છે. જો, તમે કોઈ પણ પોલ્‍ટ્રી પ્રોડક્‍ટનું સેવન કરી રહ્યા છો, તો તેને ૭૦ ડિગ્રી સેલ્‍સિયસ કે તેનાથી વધુ આંચ પર તૈયાર કરો.

૩. કાચા અને પકવેલા મીટ માટે અલગ-અલગ ચાકુ અને વાસણોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આમ તો, મનુષ્‍યોને બર્ડફ્‌લુનો એટલો ખતરો નથી, જેટલો પક્ષીઓને હોય છે. કોઈપણ વ્‍યક્‍તિ ત્‍યારે બર્ડફ્‌લુના સંક્રમણનો શિકાર થઈ શકે છે જયારે તે કોઈ સંક્રમિત પક્ષી કે પ્રાણીના સંપર્કમાં નજીકથી આવે. તે ઉપરાંત એ લોકોમાં પણ આ સંક્રમણનો ખતરો વધુ રહે છે, જે ચિકન કે ઈંડા બરાબર પકાવીને નથી ખાતા.

WHOએ આપી હતી આ સલાહ

વાયરસને લઈને વર્ષ ૨૦૦૫માં વિશ્વ આરોગ્‍ય સંગઠન (WHO)એ સલાહ આપી હતી કે, જો તમે ચિકન, મીટ, ઈંડા સારી રીતે પકાવીને ખાઓ છો, તો એવામાં H5N1 વાયરસનો ખતરો નથી રહેતો. WHO મુજબ, ઓછામાં ઓછા ૭૦ ડિગ્રી સેલ્‍સિયસ તાપમાને ઈંડા કે ચિકનને પકાવવું જોઈએ તો, એક્‍સપર્ટ્‍સનું કહેવું છે કે, જો વાયરસ સંક્રમિત પક્ષીઓના ઝુંડ દ્વારા વાયરસ ફૂડ ચેઈનમાં પ્રવેશ કરી ચૂક્‍યું છે, તો લોકોને ચિકન અને ઈંડા ખાધા પછી દ્યાતક બર્ડ ફ્‌લુ પોતાની ઝપેટમાં લઈ શકે છે. એટલે ચિકન, ઈંડા યોગ્‍ય રીતે પકાવીને જ ખાવા જોઈએ, કાચા ન રહેવા જોઈએ. .એવામાં કોઈપમ ખતરો નહીં રહે. એમ્‍સના FAQs મુજબ બર્ડફ્‌લુ માનવજાતને સંક્રમિત નહોંતો કરતો, પરંતુ ૧૯૭માં આ વાયરસથી ઘણા લોકો બીમાર થયા હતા.

(4:24 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • પ્રજાસત્તાક દિવસે આઉટર દિલ્હી રીંગ રોડ ઉપર ખેડૂતો પરેડ કરશે : પોણા બે મહિનાથી કૃષિ કાનૂનોના વિરોધમાં આંદોલન ચાલવી રહેલા આંદોલનકારી ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ: કિસાન નેતાઓની જાહેરાત access_time 8:33 pm IST

  • ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી 1000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે : મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત કરાયેલ લીથીયમ ઓર ને પ્રોસેસ કરીને બનાવાશે બેટરી ગ્રેડનું લીથીયમ access_time 11:09 pm IST